Exit polls are not exact polls: Vice-President Venkaiah Naidu
  • Home
  • Election 2019
  • “20 વર્ષથી Exit Pollના આંકડા ખોટા સાબિત થયા, ધીરજ રાખો વાસ્તવિક પરિણામ નથી”

“20 વર્ષથી Exit Pollના આંકડા ખોટા સાબિત થયા, ધીરજ રાખો વાસ્તવિક પરિણામ નથી”

 | 9:52 am IST

લોકસભા ચૂંટણી 2019 માટે મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યા છે. લગભગ તમામ એજન્સીના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી દેખાય છે. પરંતુ તેનાથી ઉલટું પૂર્વ ભાજપ નેતા અને હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ રવિવારના રોજ એક્ઝિટ પોલ અંગે કહ્યું કે આ વાસ્તવિક પરિણામ નથી.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના મતે એક્ઝિટ પોલ વાસ્તવિક પરિણામ નથી હોતું, આપણે એ સમજવું જોઇએ. 1999થી સતત એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે.

નાયડુએ ગંટુરમાં શુભચિંતકોને અનૌપચારિક બેઠકમાં સંબોધન કર્યું, અહીં તેમણે ઉપરાષ્ટ્રપતિને અભિનંદન પાઠવ્યા. લોકસભા ચૂંટણીનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું કે દરેક પાર્ટી આશ્વસ્ત રહે છે. 23 તારીખ સુધી દરેક લોકો પોતાના આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. તેનો કોઇ આધાર હોતો નથી. આથી આપણે 23મી સુધી રાહ જોવી જોઇએ.

તેમણે વધુમાં કહ્યું કે દેશ અને રાજ્યને એક કુશળ નેતા અને સ્થિર સરકારની જરૂર હોય છે, પછી જે પણ હોય. બસ આટલું જ. સમાજમાં બદલાવ રાજકીય પક્ષોમાં બદલાવની સાથે થવો જોઇએ.

આપને જણાવી દઇએ કે મોટા ભાગના સર્વેમાં ભાજપ +300 પાર બેઠકો મળતી જણાવવામાં આવી છે. આ સાથે જ નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે તેવું ચિત્ર પણ લગભગ સ્પષ્ટ બની ગયું છે. જ્યારે કોંગ્રેસના દેશભરમાંથી સુપડા સાફ થવા જઈ રહ્યાં છે. સામે આવેલા એક્ઝિટ પોલ્સ ભાજપના ‘અબ કી બાર, 300 પાર’નો નારો સાર્થક થતો દર્શાવી રહ્યાં છે.

આ વીડિયો પણ જુઓ – કેવી રીતે મોદીએ લોકસભાચૂંટણીમાં કમાલ કરી બતાવ્યો ? જુઓ આ અહેવાલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન