Exit polls, BJP can get such seats in Gujarat!
  • Home
  • Ahmedabad
  • એક્ઝિટ પોલનાં આંકડા આવ્યા સામે, ગુજરાતમાં ભાજપને મળી શકે છે આટલી બેઠકો!

એક્ઝિટ પોલનાં આંકડા આવ્યા સામે, ગુજરાતમાં ભાજપને મળી શકે છે આટલી બેઠકો!

 | 6:43 pm IST

લોકસભાની 542 સીટ પર સાત તબક્કામાં 11 એપ્રિલથી 19 મે સુધી મતદાન થયું છે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગે પૂર્ણ થઈ ગયું છે. હવે તમામ એજન્સીના પોલ સર્વે અને એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે.

એક્ઝિટ પોલના પ્રસારણ માટે ચૂંટણી પંચના સૂચના-આદેશોનું પાલન કરવાનું રહેશે. પહેલીવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હાલમાં સી-વોટર્સ એજન્સી દ્વારા પણ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં પીએમ મોદીનો જાદુ યથાવત રહેવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

સર્વે કરનાર એજન્સી ભાજપ કોંગ્રેસ અન્ય
આજતક-એક્સિસ 25-26 0-1 00
સી-વોટર્સ 22 04 00
ટાઇમ્સ નાઉ-VMR 22 04 00
ચાણક્ય 26 00 00
CSDS 24 02 00

આજતક-એક્સિસ માય ઇન્ડિયા અનુસાર…

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં કુલ લોકસભાની 26 બેઠકો છે. આજતક-એક્સિસ માય ઇન્ડિયા એજેન્સી દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવી રહ્યા છે. આજતક-એક્સિસ માય ઇન્ડિયા એજન્સી અનુસાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 25-26 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને 0-1 સીટ મળી શકે છે. જોકે વર્ષ 2014ની વાત કરવામાં આવે તો ભાજપાને તે સમયે 26 સીટો મળી હતી અને કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. આ વખતે કોંગ્રસને 1 સીટનો ફાયદો થઇ શકે છે.

સી-વોટર્સ અનુસાર…

સી-વોટર્સ એજન્સી દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામના એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા છે. આ એજન્સી અનુસાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 22 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસ પાર્ટીને 4 સીટ મળી શકે છે.

ટાઇમ્સ નાઉ-VMRનાં સર્વે અનુસાર…

ટાઇમ્ય નાઉ-VMR સર્વેનું માનીએ તો પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 4 સીટોનું નુક્સાન થઇ શકે છે. ગત વખતે બીજેપીએ તમામ 26 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. પરંતુ આ વખતે 4 સીટે કોંગ્રસનાં ખાતામાં જતી દેખાઇ રહી છે.

ચાણક્ય અનુસાર…

ચાણક્ય એજન્સી અનુસાર બીજેપીનો ભગવો ગુજરાતમાં ફરીથી લહેરાશે અને ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર બીજેપીનો ભગવો લહેરાશે અને કોંગ્રેસના હાથમાં એક પણ સીટ આવશે નહી.

CSDS એજન્સી અનુસાર…

CSDS એજન્સી અનુસાર ગુજરાતમાં બીજેપીને 24 સીટો મળી શકે છે અને ત્યાં જ કોંગ્રસે પાર્ટીને 2 સીટો મળી શકે છે.

ત્યાં જ જો વર્ષ 2014ના પરિણામની વાત કરીએ તો તે સમયે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમા 26માંથી 26 સીટો મળી હતી. આમ ભાજપાએ ગુજરાતની તમામ સીટો પર કબજો કર્યો હતો અને કોંગ્રેસ પાર્ટીના હાથમાં એક પણ સીટ આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન