Exit Polls : C-Votes says NDA will Win 287 Seats in Lok Sabha Election
  • Home
  • Election 2019
  • Exit Polls : ફરી એકવાર બનશે મોદી સરકાર, જાણો NDAને મળશે કેટલી બેઠકો

Exit Polls : ફરી એકવાર બનશે મોદી સરકાર, જાણો NDAને મળશે કેટલી બેઠકો

 | 6:57 pm IST

લોકસભાની તમામે તમામ 7 તબક્કાની ચૂંટણી પુરી થઈ ગઈ છે. ચૂંટણી પૂરી થતાની સાથે જ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. દેશના માહોલ પરથી લાગી રહ્યું છે કે ફરી એકવાર મોદી સરકાર સત્તામાં પુનરાગમ કરી શકે છે. જોકે ભાજપ અને એનડીએને કેટલી બેઠક મળશે તેને લઈને કોઈ ચોક્કસ આંકડા સામે આવ્ય નહોતા. પણ આજે સી-વોટરે આ આંકડા જાહેર કર્યા છે.

સી-વોટર્સે ભાજપ અને એનડીએ આ વખતે બહુમતી મળી રહી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સી-વોટર્સના જણાવ્યા પ્રમાણે કુલ 542 લોકસભા બેઠકોમાંથી ભાજપ અને એનડીએને આ વખતે 287 બેઠકો મળતી દેખાડવામાં આવી છે. એઝિટ પોલ અનુંસાર ભાજપને 2019માં એકલા હાથે સ્પષ્ટ બહુમતિ નહીં મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એજન્સીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અને યુપીએને 128 બેઠકો મળતી હોવાનું અનુમાન લગાવ્યું છે. તો અન્યોને 128 બેઠકો મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

આમ કેન્દ્રમાં ફરી એકવાર ભાજપની આગેવાની હેઠળની એનડીએની સરકાર બની રહી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે પરિણામો 23 તારીખે જાહેર થશે જે અંતિમ સ્થિતિ સ્પષ્ટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન