Expect improvement in performance of mid and small caps
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • મિડ અને સ્મોલ કેપ્સના પ્રદર્શનમાં સુધારાની અપેક્ષા, જાણો વિગતે

મિડ અને સ્મોલ કેપ્સના પ્રદર્શનમાં સુધારાની અપેક્ષા, જાણો વિગતે

 | 8:24 pm IST

ગત સપ્તાહે બજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી અને ઇન્ડિયા વીઆઇએક્સ આશરે ૩૫ ટકા ઉછળતાં વોલેટાલિટીનું જોર વધ્યું હતું. મધ્યપૂર્વમાં તણાવની સ્થિતિને કારણે સપ્તાહના પ્રારંભમાં માર્કેટમાં નબળાઈ જોવા મળી હતી, પરંતુ આ ભૂરાજકીય તણાવમાં ઘટાડો થવા સાથે જ બજારમાં સુધારો આવ્યો અને માર્કેટે ૧૧,૯૩૪-૧૧,૯૨૩નો સપોર્ટ લઈને સુધારો દર્શાવ્યો તેમજ શુક્રવારે નિફ્ટીએ નવી રેકોર્ડ સપાટી બનાવી. સાપ્તાહિક ધોરણે નિફ્ટીમાં સાધારણ વધારો થયો છે અને મિડ-કેપ્સે સૌથી સારું પ્રદર્શન નોંધાવ્યું હતું. બજારમાં કોઈપણ ઘટાડે વિશેષ કરીને મિડ અને સ્મોલ કેપ્સમાં લેવાલીની તક જોવા મળશે અને તેને બજેટ પહેલાંની તેજી ગણી શકાય.

કેન્ડલસ્ટિક અભ્યાસ:

દૈનિક ચાર્ટ્સ ઉપર બન્ને સૂચકાંકોએ ન્યુટ્રલ ફેર્મેશન બનાવ્યું છે, જે પ્રમાણે સેન્સેક્સે વ્હાઇટ બોડી સ્પિનિંગ ટોપ અને નિફ્ટીએ સ્મોલ બ્લેક બોડી સ્પિનિંગ ટોપનું નિર્માણ કર્યું છે. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર બન્ને સૂચકાંકોએ લોંગ લોવર શેડો સાથે વ્હાઇટ બોડી સ્પિનિંગ ટોપનું નિર્માણ કર્યું છે. આ લોંગ શેડો નીચા સ્તરે મજબૂત લેવાલી સાથે તીવ્ર પુલ-બેક સૂચવે છે. આમ દૈનિક ચાર્ટ્સ અનિશ્ચિતતા, જ્યારે કે સાપ્તાહિક ચાર્ટ્સ નજીકના સમયગાળામાં તેજીમાં આગેકૂચની સંભાવના વ્યક્ત કરે છે.

તેજી માટે ૧૨,૩૧૧ ઉપર બંધ જરૂરી:  

બન્ને સૂચકાંકોએ સ્પિનિંગ ટોપ ફેર્મેશનનું નિર્માણ કર્યું છે, જે અનિશ્ચિતતાનો સંકેત આપે છે. સેન્સેક્સ ૪૧,૭૭૫ અને નિફ્ટી ૧૨,૩૧૧ના સ્પિનિંગ ટોપ ઉપર બંધ આવે તો આ સંભાવના નકારાઈ જશે. હાલમાં બજારમાં તેજીની સ્થિતિમાં સૂચકાંકો બુલિશ કપ એન્ડ હેન્ડલ ટાર્ગેટની દિશામાં આગળ વધશે, જે મુજબ સેન્સેક્સનો ટાર્ગેટ ૪૨,૮૯૫ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૨,૭૫૧ છે.

ગેપ સપોર્ટ અને ટ્રેન્ડ રિવર્ઝલ લેવલ: 

સોમવારે બેરિશ કેન્ડલ ફેર્મેશન બેરિશ રિવર્ઝલ પેટર્નને પુષ્ટિ આપશે, જેના પરિણામે સૂચકાંકો નવા બુલિશ ગેપ સપોર્ટને ટેસ્ટ કરી શકે છે. આ સપોર્ટ સેન્સેક્સમાં ૪૧,૧૭૫-૪૦,૮૬૬ અને નિફ્ટીમાં ૧૨,૧૩૨-૧૨,૦૪૪ છે. આ ઉપરાંત સેન્સેક્સમાં ૪૦,૪૯૦-૪૦,૪૬૬ અને નિફ્ટીમાં ૧૧,૯૩૪-૧૧,૯૨૩ વચ્ચેના બીજા બુલિશ ગેપને સફ્ળતાપૂર્વક હાંસલ કરાઈ હતી કારણ કે તે મજબૂત સપોર્ટ આપે છે. આ મહત્ત્વપૂર્ણ સપોર્ટની નીચે સૂચકાંકો સરકશે તો સેન્સેક્સ ૪૦,૪૭૬ અને નિફ્ટી ૧૧,૯૨૯ના હાયર બોટમને સ્પર્શી શકે છે અને તેના પરિણામે ટ્રેન્ડ રિવર્ઝલ પણ જોવા મળી શકે છે.

આગેકૂચનું વલણ:

ગત સપ્તાહે બન્ને સૂચકાંકો ૨૦ ડીએમએ (સેન્સેક્સ – ૪૧,૩૩૪ અને નિફ્ટી – ૧૨,૧૭૮)ની ટૂંકાગાળાની સરેરાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ – ૪૦,૮૪૬ અને નિફ્ટી – ૧૨,૦૪૮)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ – ૩૯,૦૨૪ અને નિફ્ટી – ૧૧,૬૦૬)ની લાંબાગાળાની સરેરાશ ઉપર બંધ આવ્યાં હતાં. આમ ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાનું વલણ તેજીમય જોવાઈ રહ્યું છે.

તેજીનો સંકેત આપતાં ઓસિલેટર્સ:

એમએસીડી સેલ મોડમાં છે, જ્યારે કે પ્રાઇઝ આરઓસી પોઝિટિવ છે અને બાય મોડમાં છે. આરએસઆઇ (૫૭) તેજીના વલણની શક્યતા વ્યક્ત કરે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર%K(૬૩) એ %Dની ઉપર છે અને તેથી બાય મોડમાં છે. એડીએક્સ (૧૮) ટ્રેડિંગ રેન્જમાં કોન્સોલિડેશન સૂચવે છે. દિશાસૂચક સૂચકાંકો બાય મોડમાં છે કારણકે+DIએ-DIની ઉપર છે. એમએફઆઇ (૫૦) પોઝિટિવ મની ફ્લો દર્શાવે છે. આમ મોટાભાગના ઓસિલેટર્સ તેજી તરફી વલણની સંભાવના દર્શાવે છે.

F&O ફંડા : જતિન સંઘવી

મધ્ય પૂર્વમાં તણાવ ઘટયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન