કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં પૈસાનો ધુમાડો, કેજરીવાલ પર ખર્યાયા આટલા - Sandesh
  • Home
  • Featured
  • કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં પૈસાનો ધુમાડો, કેજરીવાલ પર ખર્યાયા આટલા

કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં પૈસાનો ધુમાડો, કેજરીવાલ પર ખર્યાયા આટલા

 | 8:23 pm IST

કર્ણાટકમાં કોંગ્રેસ સાથે મળીને મહાગઠબંધનની સરકાર બનાવનારા જનતા દળ (સેક્યુલર) નેતા એચડી કુમારસ્વામીએ પોતાના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવેલા નેતાઓ પર ઉડાડેલા પૈસાને લઈને સાંભળી ભલભલાના પગ તળેથી જમીન ખસી જાય. એક જ દિવસના કેટલીક જ મીનીટો માટે જ યોજાયેલા આ કાર્યક્રમ પર જનતાના સેવકોએ લાખો રૂપિયાનું આંધણ કરી નાખ્યું.

તેમાં એકલા કેજરીવાલ પર જ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આ ખુલાસો એક પીઆઈએલમાં થયો છે.

એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, કર્ણાટક સરકારે 42 લાખ રૂપિયા માત્ર 7 જ મીનીટના શપથગ્રહણ સમારોહમાં જ ઉડાવી દીધા. તેમાં અરવિંદ કેજરીવાલે તાજ વેસ્ટ એંડમાં 23 મે ના રોજ સવારે 9:49 વાગ્યે ચેક ઈન કર્યું અને 24 જુલાઈએ સવારે 5:34 વાગ્યે ચેકઆઉટ કર્યું. જે દિવસે તેઓ પહોંચ્યા તે રાત્રે અ રૂમ ડાઈનિંગ, ખાવા-પીવાના 71,025 રૂપિયા અને બેવરેજ્જના 5000 રૂપિયાનું બિલ બન્યું હતું.

ચંન્દ્રબાબૂ નાયડૂ પર ખર્ચ કરવામાં આવ્યા સૌથી વધારે

કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં 42 મોટા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. તેમા સૌથી વધારે 8,72,485 લાખ રૂપિયાનો ખર્ચ આંધ્ર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયડૂ પર કરવામાં આવ્યો હતો.

વિરોધ પક્ષનો હોબાળો

મહેમાનો પર આ પ્રકારનો ખર્ચ કરવાને લઈને રાજ્ય સરકારના પૂર્વ લોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડેએ આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારને આ પ્રકારના વ્યર્થ ખર્ચની મંજૂરી ન આપવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર કહે છે કે, વિકાસ કાર્યો માટે તેની પાસે પૈસા નથી. આ રાજકીય પક્ષની જવાબદારી છે કે સમગ્ર ખર્ચો ઉઠાવે.