Explaining the selectors on Dhoni, will Mahi be playing in the T20 World Cup?
  • Home
  • Sports
  • Cricket
  • ધોની પર સિલેક્ટર્સનો મોટો ખુલાસો, શું ટી-20 વર્લ્ડ કપમાં રમશે માહી?

ધોની પર સિલેક્ટર્સનો મોટો ખુલાસો, શું ટી-20 વર્લ્ડ કપમાં રમશે માહી?

 | 10:09 am IST

એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતાવાળી સીનિયર પસંદગી સમિતિએ ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ યોજાનાર ત્રણ મેચોની ટી-20 સિરીઝ માટે તેની પસંદગી કરી નથી. ધોનીની ટીમમાં પસંદગી ન કરવાને લઇ ઘણા લોકોએ કહ્યું કે પસંદગીકર્તાઓએ તેને ટીમથી બહાર કરી દીધો છે પરંતુ પસંદગી સમિતિના એક સદસ્યએ કહ્યું કે પૂર્વ કેપ્ટને આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપને લઇ ટીમની પંસદગી માટે સમિતિને સમય આપ્યો છે.

પસંદગીકર્તાઓ અનુસાર ધોનીએ કહ્યું છે કે, એકવાર જ્યારે તેને ખાતરી થઈ જાય કે ટીમનું ભાવિ યોગ્ય હાથમાં છે, તો તે તેની કારકિર્દી પર નિર્ણય લેશે. પસંદગી સમિતિના એક સદસ્યએ કહ્યું કે, પૂર્વ કેપ્ટનને લઇ અવાર નવાર જે ચર્ચા થતી રહે છે તેને સાંભળી આશ્ચર્ય થાય છે. પસંગદીકર્તાઓએ કહ્યું કે, ધોની ક્યારેય આ પ્રકારની અફવાહોનો જવાબ આપતો નથી.

તેમણે કહ્યું,’તેને હટાવવાનો સવાલ જ આવતો નથી. પરંતુ તેમણે અમને સમય આપ્યો છે અને ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ટીમ બનાવવાની આઝાદી આપી છે. તેમને જાણકારી છે કે, ટીમ સામાજીક વિચારો પહેલા આવે છે. તેઓ આ વાતને જાણે છે કે, જો રિષભ પંત ઇજાગ્રસ્ત થઇ જાય છે તો અમારી પાસે તેમના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. માટે ધોનીએ ટી-20 વર્લ્ડ કપ સુધી રોકાવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તેમને હટાવવાનો કોઇ સવાલ જ નથી. વિન્ડીઝ પહેલા પણ તેણે બે મહિનાનો બ્રેક લીધો હતો.’

શામાટે ટીમ ઇન્ડિયા માટે જરૂરી છે ધોની?

પસંદગીકર્તાઓએ કહ્યું,’જો અમારી પાસે ફિનિશર હોત તો અમે ધોનીને બેટિંગ કરવા માટે પહેલા મોકલતા. વર્લ્ડ કપમાં પણ અમે જાણતા હતા કે તેમનો અનુભવ અંતમાં જરૂરી છે. જેથી તે લાસ્ટમાં નબળી બેટિંગ લાઇનને માર્ગદર્શન આપી શકે. આલોચકોએ પણ આ વાત પર સવાલો ઉઠાવ્યા હતાં કે સેમીફાઇનલમાં ધોની નીચે કેમ આવ્યો. તમે જોયું છે કે, તેણે શું મેળવ્યું છે. ‘

તેમણે કહ્યું,’જ્યારે કોઇએ 350 વન-ડે અને 98 ટી-20 મેચ રમી હોય તેમના પર ટિપ્પણી કરવી ખુબ જ સરળ છે. તેણે પોતાના કરિયરમાં જેટલી મેચો જીતી છે તેટલી તો કદાચ કેટલાક લોકોએ પોતાના જીવનમાં જોઇ પણ નહી હોય. આજના ટેક્નોલોજીના યુગમાં તમને લાગે છે કે, વિપક્ષી ટીમ ધોનીના મજબૂત અને નબળા પક્ષ પર ધ્યાન આપતી નથી? ઇમાનદારીથી આપણે એક વાત માની લેવી જોઇએ કે જો પંત ઇજાગ્રસ્ત થઇ જાય છે તો આપણી પાસે ધોની સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.’

આ પણ જુઓ : અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન