exposed-pakistan-and-treason-china-are-the-only-two-enemies-of-india
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • પર્દાફાશ – આતંક(પાકિસ્તાન) અને ગદ્દારી(ચીન) ભારતના આ બે જ દુશ્મન

પર્દાફાશ – આતંક(પાકિસ્તાન) અને ગદ્દારી(ચીન) ભારતના આ બે જ દુશ્મન

 | 10:34 pm IST
  • Share

આતંક અને ગદ્દારી ભારતના આ બે જ દુશ્મન છે. કોઇ દેશ નહીં, કોઇ દેશની સરકાર નહીં માત્ર આ બે જ. પહેલા તો, એક છેડે આંતક અને એક છેડે ગદ્દારી બન્નેને ભારત સારી રીતે જવાબ આપી રહ્યું હતું અને આપતું પણ રહેશે. પરંતુ, હવે આ બન્ને એક થઇ ગયા છે અને થયો છે પર્દાફાશ એક ખતરનાક બદ્દઇરાદાનો. હાં, આજે વાત ચીન અને પાકિસ્તાનના એ જ પાપની જેનાથી પશ્ચિમના તમામ દેશોએ ચેતવાની અને ચિંતા કરવાની જરૂર છે.

વાયરસના નામે દુનિયામાં તબાહી મચાવી. સામ્રાજ્યવાદી નીતિના કારણે પાડોશી દેશોના વિસ્તારોમાં કબ્જો કરવાનો પ્રયાસ કર્યો. મહાસત્તાની લાલચના કારણે જગતજમાદાર અમેરિકાને લાલ આંખ બતાવી. અને ભારતની વીર સેનાને છંછેડવાનું દુશાહસ કર્યું.  આ ઓછું હતું. તો હવે પીઠ્ઠું પાકિસ્તાનને ષડયંત્રમાં સામેલ કરીને નવા જ કારસ્તાનની રચના કરી. આવું એકમાત્ર દેશ કરી શકે અને એ પણ ચીન. ગમે તેટલી મોઢાની ખાય છતા સુધરે નહીં એ ચીન. ગલવાન ઘાટીમાં ભારતીય સેનાની વીરતા ચીન ભુલી ગયું છે. એટલા માટે જ પોતાના ગુલામ પાકિસ્તાન સાથે ચીન કરી રહ્યું છે નવું જ ષડયંત્ર. પરંતુ, ચીનના ઇરાદા પાર પડે એ પહેલા જ થઇ ગયો પર્દાફાશ.

દુનિયાને મહામારીની ભેટ આપનારું ડ્રેગન નાલાયકીની તમામ હદ વટાવી ચૂક્યું છે. કોરોના નામની મહામારીએ આખી દુનિયામાં તબાહીનો તાંડવ મચાવી દીધો. દેશોના દેશો બરબાદ કરી નાખ્યા. જ્યાં જુઓ ત્યાં હાહાકાર મચાવી દીધો. દુનિયા ચીનના ષડયંત્રનો ભોગ બનતી રહી અને ચીન કંઇક નવા જ કારસ્તાનની માયાજાળ રચી રહ્યું હતું.

દુનિયા જાણતી હતી, સમજતી હતી કે, આ વાયરસનું એપી સેન્ટર એકમાત્ર લેબ છે અને એછે વુહાનની લેબ. અનેકો ખુલાસા થયા અનેક દાવાઓ થયા. પરંતુ, થયું શું. કશું નહીં. વુહાનમાં વાયરસનું સંક્રમણ ફેલાવવું અને દુનિયામાં સંક્રમણ ફેલાવવું બન્ને વચ્ચે બહુ મોટો તફાવત છે. વુહાનમાં જે થયું તે જાણી જોઇને કરેલું એક કારસ્તાન હતું પરંતુ, દુનિયામાં જે સંક્રમણ ફેલાયું એ પાપી ચીનનું ખતરનાક પાપ હતું.

દુનિયામાં ખતરો ચીન. માનવતા માટે મોટો ખતરો ચીન. આ વાક્ય ચીન માટે હંમેશા અમેરિકા કહી રહ્યું હતું. જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ દુનિયામાં ફેલાયું અમેરિકા એકમાત્ર એવો દેશ હતો, કે, તે ખુલીને ચીન પર આરોપ લગાવતુ રહ્યું.  હવે તો, ચીન સામેના અમેરિકાના આ આરોપ પણ સત્ય સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે.

દુનિયાના દેશો નહીં પરંતુ, ખુદ ચીનના વૈજ્ઞાનિકો પણ જાણવા માગે છેકે, આખરે એ વુહાનની લેબમાં થઇ શું રહ્યું છે. શા માટે ચીન વુહાન લેબમાં જવા માટે આટલા બધા પ્રતિબંધ લગાવી રહ્યું છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકાર આખરે દુનિયા સામે શું છુપાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન