Expulsion of all PA-PSs sitting in Chamber of Ministers since Modi's time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોદીના સમયથી મંત્રીઓની ચેમ્બરમાં બેસતા તમામ PA-PSની હકાલપટ્ટી

મોદીના સમયથી મંત્રીઓની ચેમ્બરમાં બેસતા તમામ PA-PSની હકાલપટ્ટી

 | 9:00 am IST
  • Share

  • સરકારી ‘ઘરડાઘર’માંથી પેન્શનવાળાઓનો પણ ‘સફાયો’

  • સરકારમાં યુવાન અધિકારીઓમાં સચિવાલય એટલે નિવૃત્તિ પછી નોકરીએ રાખતુ ઘરડાઘર એવી છાપ 

ગુજરાતમાં ભાજપની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓને ત્યાં અંગત સચિવ- PS, અધિક અંગત સચિવ- APS અને અંગત મદદનીશ- PAની નિમણૂંકોનો સંયુક્ત ઓર્ડર થયો છે. જેમાં મોદી સરકાર વખતથી સ્વર્ણિમ સંકૂલોમાં મંત્રીઓ બદલાય પણ તેમની ચેમ્બરોમાં જોવા મળતા તમામ PA-PSની હકાલપટ્ટી કરી દેવાઈ છે. સામાન્ય વહિવટ વિભાગે બુધવારે બે તબક્કે કરેલા ઓર્ડરમાં 24 મંત્રીઓને ત્યાં કૂલ 62 અધિકારીઓની નિમણૂંક થઈ છે.

ભાજપની અગાઉની તમામ સરકારોમાં મંત્રીઓને ત્યાં PA-PS રહેલા અને વય નિવૃતિ બાદ પે માયનસ પેન્શન એટલે કે કરાર આધારિત સ્થિતિમાં મંત્રીઓની ચેમ્બરમાંથી વિભાગોનો વહિવટ કરનારા તમામને રૂખસદ આપી દેવાઈ છે. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે CMOમાં કામ કરી ચૂકેલા રિટાર્યડ જોઈન્ટ સેક્રેટરી અશોક ભાવસાર, રાજેન્દ્ર જોષી, ડી.આર.પટેલ, પૂર્વ એડિશનલ કલેક્ટર વાય.પી. જોષી સમાવેશ થાય છે. સરકારમાં યુવાન અધિકારીઓમાં સચિવાલય એટલે નિવૃત્તિ પછી નોકરીએ રાખતુ ઘરડાઘર એવી છાપ છે. નવા PA-PSમાં પહેલીવાર સચિવાલય કેડરનો દબદબો રહ્યો છે.

સામાન્ય વહિવટ વિભાગમાં તપાસ, મૂલ્યાંકન વિષયો સંભાળતી બ્રાન્ચમાં એક હથ્થુ શાસન ભોગવતા ડેપ્યુટી અને જોઈન્ટ સેક્રેટરીઓને અન્યત્રે ખસેડી દેવાયા હતા. તેમના સ્થાને નિયુક્ત થયેલા બેને ડેપ્યુટી સેક્રેટરીઓને હવે મંત્રીઓને ત્યાં અંગત સચિવ તરીકે મૂકી દેવાયા છે. સચિવાલય કેડરમા જે તે વિભાગોમાં ચાવીરૂપ જગ્યાએ રહેલા 16 જેટલા અધિકારીઓના વિકલ્પ માટે  અને ખાસ કરીને  મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન્ માટે નવી ચેલેન્જ ઉભી થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો