NIFTY 9,411.35 +25.20  |  SENSEX 30,474.92 +109.67  |  USD 64.9425 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PICS: જાટ આંદોલન, દિલ્હીમાં 26 જાન્યુઆરીની સુરક્ષા લાગે `બચ્ચુ’

PICS: જાટ આંદોલન, દિલ્હીમાં 26 જાન્યુઆરીની સુરક્ષા લાગે `બચ્ચુ’

 | 2:23 pm IST

જાટ આંદોલનકારીઓને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે દેશની રાજધાનીમાં અતિ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી અને તેની સીમાને ફરતે 130 કરતાં વધારે અર્ધસુરક્ષા દળોની કંપનીઓ ગોઠવવાની માગણી કરાઈ છે.

દિલ્હીમાં રવિવાર રાતથી જ જાટ આંદોલનકારીઓને પ્રવેશતા અટકાવવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા 26 જાન્યુઆરી કરતાં પણ વધારે ચુસ્ત છે. 26 જાન્યુઆરીએ સુરક્ષા માટે આ વખતે અર્ધસુરક્ષા દળોની માત્ર 100 કંપનીઓ જ ગોઠવવામાં આવી હતી.

જાટ આંદોલનકારીઓની ગંભીરતાને ધ્યાનમાં લેતા સમગ્ર દિલ્હીમાં કલમ-144 લાગુ કરાઈ છે અને બધી જ સીમા સીલ કરી દેવાઈ છે. આ સાથે ટ્રેકટર-ટ્રોલી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવાયો છે. પોલીસને પણ વધુ સતર્ક રહેવાની તાકીદ કરાઈ છે.

ગુપ્તચર એજન્સીએ આપેલા અહેવાલ પ્રમાણે આંદોલનકારીઓના સ્વાંગમાં દલ્હીમાં અપરાધીઓ પણ ઘૂસી આવે તેવી શક્યતા છે. આને કારણે દેશની રાજધાનીમાં શાંતિ ભંગ થઈ શકે છે. પડોશી રાજ્યોમાં આંદોલનકારીઓ દૂધ, પાણી અને ખાદ્ય સામગ્રી સાથે પ્રવેશ ન કરે તેનીં તકેદારી રાખવા સુરક્ષા કર્મચારીઓને તાકીદ કરાઈ છે. પોલીસે મ્યુનિસિપલ હદમાં ચાલતી બાંધકામ પ્રવૃતિઓ બંધ કરવાની તાકીદ કરી છે. પીડબ્લ્યુડીને પણ ફૂટપાથ પર મુકાયેલા કોંક્રીટના પાઈપ દૂર કરવાની સુચના આપી દેવાઈ છે. જેથી કરીને રસ્તા બ્લોક કરવા માટે આ પાઈપનો ઉપયોગ થઈ શકે નહીં.

દિલ્હીની આસપાસના જિલ્લાઓના પોલીસ અધિકારીઓને સ્થાનિક જાટ નેતાઓ સાથે મળી આંદોલનકારીઓને દિલ્હીમાં પ્રવેશતા રોકવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચના અપાઈ છે. આટલું જ પાંચથી વધારે મુસાફરો સાથેના વાહનોને મંગળવાર સુધી દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે અંગત રીતે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખશે. શાંતિ જળવાઈ રહે તે માટે વિશેષ કમિશનર, જોઈન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનર તેમને મદદ કરશે.

1