રોજ ઘરે કરો આ કસરત, અને વધારો આંખનું વિઝન - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • રોજ ઘરે કરો આ કસરત, અને વધારો આંખનું વિઝન

રોજ ઘરે કરો આ કસરત, અને વધારો આંખનું વિઝન

 | 12:17 pm IST

આંખની અમુક એક્સરસાઇઝ એવી છે જે અમુક વ્યક્તિઓ કરે તો જ લાભ થાય. ખોટી રીતે કરે તો નુકસાન પણ થાય. પરંતુ મોટાભાગની કસરતો એવી છે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને એના દ્વારા પોતાના વિઝનને વધારી શકે છે. તો જાણીએ એવી કેટલીક સરળ અને અસરકારક કસરતો…

  • જેમને આંખ દુખતી હોય કે બળતી હોય તેમણે પહેલી ત્રણ આંગળીઓ વડે આઇબ્રો અને ગાલનાં હાડકાંને બધી બાજુથી હળવેથી 3-3 વાર દબાવવાં, જેને કારણે આ સ્નાયુઓનો સ્ટ્રેન ઓછો થઇ જશે અને બળતરા ઘટી જશે.
  • આપણે આપણા આઇબોલને રેસ્ટ આપતા જ નથી. ઊંઘમાં પણ એવો સમય હોય છે જ્યારે ડોળાઓ સતત હલતા રહે છે. એને રેસ્ટ આપવા માટે પામિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. ખુરશી પર બેસી જાઓ. આંખ બંધ કરો અને બન્ને હાથની હથેળીના વચ્ચેના ભાગને આંખની ઉપર વગર પ્રેશરે ગોઠવી દો. આ રીતે બે મિનિટથી લઈને વીસ મિનીટ સુધી બેસી શકાય છે. પામિંગનાં ઘણાં ચમત્કારિક પરિણામો જોવા મળે છે.
  • જ્યારે તમે વાંચતા હોવ કે કમ્પ્યુટર પર કામ કરતા હોવ ત્યારે વચ્ચે-વચ્ચે બ્રેક લેવો. બારી પાસે ઊભા રહેવું અને નાકથી એક ફુટ દૂર તમારો અંગૂઠો ગોઠવવો. એ અંગૂઠાને 30 સેકન્ડ નીરખો અને પછી બારીમાં દેખાતી એકદમ દૂરની કોઈ વસ્તુને 30 સેકન્ડ નીરખો. ફરી અંગૂઠો અને ફરી દૂરની વસ્તુ એમ 10 મિનિટ કરતા રહો. વિઝન ઇમ્પ્રૂવ કરવા આ બેસ્ટ એક્સરસાઇઝ છે.
  • કોઇ પણ પ્રકારના પ્રકાશ (સૂર્યપ્રકાશ કે ટ્યુબલાઇટ કોઈ પણ) સામે આંખ બંધ કરી ઊભા રહો અને તમારી અપર બોડી જમણીથી ડાબી બાજુ અને ડાબીથી જમણી એમ કમરેથી ઝુલાવો. આ કસરતને કારણે સમગ્ર આઇબોલને મસાજ મળે છે.
  • જેમ આપણે શરીરને સ્નાન કરાવીએ છીએ એમ આંખને પણ સ્નાન કરાવવું જરૂરી છે. એ માટે આઇ-કપ કે વાટકી લો. એમાં નળનું પાણી ભરો. 90 ડિગ્રી આગળ તરફ ઝૂકો. આંખને કપની અંદર નાખી 10 વાર પાંપણ ઝપકાવો. હવે એ પાણી ફેંકી દો. બીજું ભરો અને બીજી આંખમાં પણ આમ જ કરો. દિવસમાં વધુમાં વધુ આ રીતે ચાર વાર આંખ ધોઇ શકાય છે. આંખને ધોવાને કારણે એ ફ્રેશ થાય છે અને એના સ્નાયુઓ ટોન થાય છે.