નિદહાસ ટ્રોફીમાં યુવાબ્રિગેડના આ ખેલાડીઓ પર રહેશે નજર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • નિદહાસ ટ્રોફીમાં યુવાબ્રિગેડના આ ખેલાડીઓ પર રહેશે નજર

નિદહાસ ટ્રોફીમાં યુવાબ્રિગેડના આ ખેલાડીઓ પર રહેશે નજર

 | 1:42 pm IST

IPL પૂર્વે ક્રિકેટ રસિકો માટે ટી-20ની મજા શ્રીલંકામાં જોવા મળશે. છેલ્લા 8 મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ બીજી વખત શ્રીલંકાના પ્રવાસ પર છે. આજે ભારતીય ટીમ નિદહાસ ટ્રોફી ટી-20 ટ્રાઇ સિરીઝમાં શ્રીલંકાની સામે પ્રથમ મેચ રમશે.

દ.આફ્રિકાના લાંબા પ્રવાસ પરથી પરત ફરેલ ભારતીય ટીમમાં કેટલાક સીનિયર ખેલાડીઓને આરમ આપવામાં આવ્યો છે. આ સિરીઝમાં ભારતની યુવા ટીમ વિરાટ કહોલી, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર હાર્દિક પંડયા વગર મેદાનમાં ઉતરશે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે, જેની સાથે યુવાન પરંતુ ટેલેન્ટેડ ટીમનો સાથ મળશે.

મોહમ્મદ સિરાજ

ઘણાં સીનિયર ખેલાડી ન હોવા છતાં ભારતીય ટીમ મજબૂત જોવા મળી રહી છે. આવતાં વર્ષે વલ્ડ કપનું આયોજન થવા જઇ રહ્યું છે. જે પહેલા પસંદગીકારોએ યુવાનોને પૂરતો અવસર આપ્યો છે. જેમાં દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત, ઓલરાઉન્ડર દીપક હુડા અને બોલર મોહમ્મદ સિરાજને મોકો આપવામાં આવ્યો છે. સિરાજ અને પંત અગાઉ ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચો રમી ચુક્યા છે. જેથી તમામ ખેલાડીઓ પર નજર રહેવાની છે. તે ઉપરાંત મનીષ પાંડેના ફોર્મને જોતાં તેની પર પણ ઘણી આશા રાખવામાં આવી રહી છે. જ્યારે લાંબા સમયથી વનડે ટીમથી દૂર એવા સુરેશ રૈના માટે પણ આ શ્રૃખંલા અતિ મહત્વની રહેવાની છે. ભારતીય પસંદગીકારો 2019 ના વલ્ડ કપ પર નજર રાખી છે. જેને જોતાં નવા ઉભરતાં ખેલાડી માટે આ સિરીઝ સારી તક પૂરવાર થશે.

દીપક હૂડા

અત્યાર સુધીમાં ટી20 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 14 વખત મેદાની ટક્કર થઇ છે. જેમાંથી ભારતીય ટીમની 10 વખત અને શ્રીલંકન ટીમની 4 વખત જીત થઇ છે. રોહિત શર્માએ શ્રીલંકા સામેની 4 મેચમાં કપ્તાની સંભાળી હતી અને ચારેય મેચ જીતીને બતાવી. જ્યારે દિનેશ ચંદીમલની કપ્તાનીમાં શ્રીલંકાએ 12 મેચ રમી હતી અને તમામ મેચ શ્રીલંકા હાર્યું હતું.

રિષભ પંત

પ્લેઇંગ XI
શ્રીલંકા : ઉપલ થરંગા,દાનુષ્કા ગુણાતિલકા, કુસલ મેંડિસ, દિનેશ ચંડિમલ (કેપ્ટન અને વિકેટ કિપર),કુશલ પરેરા, દાસુન શનાકા,થિસારા પરેરા, જીવન મેંડિસ,અકિલા ધનંજયા,નુવાન પ્રદીપ, અને દુશ્મનથા ચામેરા

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સુરેશ રૈના, મનીષ પાંડે, રિષભ પંત, દિનેશ કાર્તિક(વિકેટ કિપર),વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જયદેવ ઉનાદકટ, વિજય શંકર અને શાર્દુલ ઠાકુર