eye twitching Not Inauspicious but these are the causes responsible
  • Home
  • Featured
  • આંખ ફરકવી શુકન-અપશુકન નહીં પરંતુ આ કારણો છે જવાબદાર

આંખ ફરકવી શુકન-અપશુકન નહીં પરંતુ આ કારણો છે જવાબદાર

 | 1:11 pm IST

મોટાભાગે આંખોનું ફરકવું શુકન અને અપશુકન સાથે જોડી દેવામાં આવે છે. કહેવાય છે કે આંખ ફરકવાથી કંઇક ખરાબ થાય છે. પરંતુ આંખ ફરકવાથી સારું કે ખરાબ નથી થતું. તે એક અંધવિશ્વાસ છે. નિષ્ણાંતો અનુસાર આંખ ફરકવાના કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે આંખ ફરકવી અંધ વિશ્વાસ નહીં પરંતુ સ્વાસ્થ્યને લગતું કારણ હોય શકે છે. આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે, જેની યોગ્ય સાચવણી કરવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આમાંથી એક આંખોનું ફરકવું પણ છે. આવું થવા પાછળ ઘણા કારણો છે. આજે અમે તમને આ જ કારણો અને તેની સાથે નિપટવાના કેટલાક કારણો વિશે જણાવવાના છીએ.

– આંખની માંસપેશીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો આંખ ફરકી શકે છે. જો તમે વધારે સ્ટ્રેસના લીધે ઊંઘી શકતા નથી તો તમારી આંખોને ઘણું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત આંખોનો થાક, એલર્જીને કારણે પણ આંખો ફરકવા લાગે છે.

– આંખોની ડ્રાયનેસ અને તેમાં ખંજવાળ આવવાને કારણે આંખો ફરકવા લાગે છે. આંખોમાં મેગ્નેશિયમની ઉણપ, વધારે પડતા કેફીન અને દારૂના સેવનથી પણ આંખો ફરકવાની સમસ્યા પેદા થઈ શકે છે.

– આ ઉપરાંત જો તમે લાંબો સમય સુધી કોમ્પ્યુટર અથવા લેપટોપ પર કામ કરો છો તો આંખો ફરકવા અથવા તેમાંથી પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.

– આંખોની નાની-મોટી એક્સરસાઈઝ, જોર-જોરથી પલકારા મારવાથી અથવા આંખો અર્ધખુલ્લી રાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

– જો તમને આ પ્રકારની સમસ્યા હોય તો આંગળીઓની મદદથી આંખની આજુબાજુની માંસપેશીઓ પર હળવી માલિશ કરો. થોડી જ વારમાં આંખો ફરકવાની બંધ થઈ જશે.

– આ ઉપરાંત આંખોને હૂંફાળા પાણી વડે ધોવાથી ખૂબ આરામ મળે છે.

– આંખની આ સમસ્યા આમ તો બહુ જલ્દી ઠીક થઈ જતી હોય છે પરંતુ ક્યારેક-ક્યારેક લાંબા સમય માટે આ તકલીફ થઈ શકે છે. જો એક સપ્તાબ કરતા વધુ સમય સુધી આ તકલીફ રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ જુઓ : મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પર યુનિયન મીનીસ્ટર પીયુષ ગોહેલની પ્રતિક્રિયા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન