F-16 fighter jet crashes into Warehouse in California
  • Home
  • World
  • અમેરિકામાં F-16 પ્લેન થયું ક્રેશ, પાયલોટે આ રીતે બચાવ્યો પોતાનો જીવ

અમેરિકામાં F-16 પ્લેન થયું ક્રેશ, પાયલોટે આ રીતે બચાવ્યો પોતાનો જીવ

 | 5:38 pm IST

અમેરિકાના કેલિફોર્નિયાના માર્ચ એર રિઝર્વ બેઝ પાસે એક F-16 પ્લેન ક્રેશ થઈને પાસે આવેલ એક વેરહાઉસમાં ઘૂસી ગયું હતું. પ્લેન ક્રેશ થાય તે પહેલાં પાયલોટે પ્લેનમાંથી ઈજેક્ટ કરીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. બાદમાં પાયલોટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે આ દુર્ઘટનામાં પાયલોટને કોઈ ઈજા પહોંચી નથી.

એફ-16 પ્લેનમાં હાઈડ્રોલિક ફેલ્યોરને કારણે ક્રેશ થયું હતું. અધિકારીઓ દુર્ઘટના કેવી રીતે થઈ અને તેના કારણે કેટલું નુકસાન થયું તે અંગે તપાસ કરી રહ્યા છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ, જ્યારે એફ-16 ફાઈટર પ્લેન રૂટિન પ્રેક્ટિસ માટે ઉડાન ભર્યું હતું. પ્લેન ક્રશે દરમિયાન એક નાની દુર્ઘટના પણ સર્જાઈ હતી. દુર્ઘટનાની તસવીરોમાં એક બિલ્ડીંગની છતને નુકસાન પહોંચ્યુ હતું. પ્લેન ક્રેશ થતાં તે રનવેના છેલ્લા ભાગમાં આવેલાં ગોડાઉનમાં ઘૂસી ગયું હતું.

આ દુર્ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્લેન ક્રેશમાં વેર હાઉસમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. દુર્ઘટના બાદ 4000 ફૂટ સુધીના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન