ટેક્નોલોજીનો કમાલ, 50,000ની ભીડમાંથી પકડાયો શંકાસ્પદ વ્યક્તિ - Sandesh
NIFTY 11,389.45 +2.35  |  SENSEX 37,665.80 +-26.09  |  USD 68.6800 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ટેક્નોલોજીનો કમાલ, 50,000ની ભીડમાંથી પકડાયો શંકાસ્પદ વ્યક્તિ

ટેક્નોલોજીનો કમાલ, 50,000ની ભીડમાંથી પકડાયો શંકાસ્પદ વ્યક્તિ

 | 2:50 pm IST

ટેક્નોલોજીનો ઉપયોગ હાલમાં તમામ ક્ષેત્રમાં થઇ રહ્યો છે. આ દરમિયાન ચીનમાં એક શંકાસ્પદ વ્યક્તિને ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીની મદદ દ્વારા ધરપકડ કરવામાં સફળતા મળી છે. રિપોર્ટસ અનુસાર, ચીની પોલીસે આર્થિક અપરાધમાં લિપ્ત એક સંદિગ્ધને મ્યૂઝિક કોન્સર્ટથી ધરપકડ કરવામાં આવી છે. જયાં તેને ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીથી ઓળખવામાં આવ્યો.

જે સમયે સિક્ટોરિટી કેમેરાએ સંદિગ્ધની ઓળખ તે સમયે તે નૈનચાંગ, જિયાંગ્સી પ્રાંતમાં એક મ્યૂઝિક કોન્સર્ટમાં હાજર હતો. ત્યાં હોંગકોંગના સિંગર જૈકી ચેંગ ગીત ગાવા માટે આવેલ હતાં.

તેણે અધિકારીઓને જણાવ્યું કે તે પોતાની પત્નીને લઇને લગભગ 90 કિમી દૂર કોન્સર્ટ અટેનડ કરવા આવ્યો હતો. તેણે લાગ્યુ કે લગભગ 50,000 લોકોની ભીડમાં તે સુરક્ષિત રહેશે. પોલીસ ઓફિસર લી જિનનાં અનુસાર તેને AOના એક આર્થિક ગુનામાં લિપ્ત હોવાની શંકા નથી અને તેને નેશનલ ઓનલાઇન સિસ્ટમમાં લિસ્ટ કરવામા આવ્યો હતો. પોલીસે જાણકારી આપી હતી કે, જ્યારે અમે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી ત્યારે તે ખુબ જ આશ્ચર્યમાં હતો અને તેનો ચહેરો ઉતરી ગયો હતો.

ચીનમાં આવું પ્રથમવાર નતી બન્યુ ગત વર્ષે પણ ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીએ બીયર ફેસ્ટિવલ દરમિયાન 25 અપરાધિઓને પકડવામાં મદદ મળી હતી. અહિંયા એંન્ટ્રેલમાં કેમરા લગાવવામાં આવ્યા હતાં, જેમા તેમના ચહેરા ઓળખ કરી હતી. પોલીસ અનુસાર ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીની મદદથી સાત શંકાસ્પદ વ્યકતિઓને ધરપકડ કરવામાં સફળતા મળી છે.