Face Recognition To Be Must For All Authentications By Aadhaar : UIDAI
  • Home
  • Featured
  • AADHAAR વેરિફિકેશન માટે ચેહરાની ઓળખ કરવી અનિવાર્ય : UIDAI

AADHAAR વેરિફિકેશન માટે ચેહરાની ઓળખ કરવી અનિવાર્ય : UIDAI

 | 12:26 pm IST

UIDAIએ આધારની સુરક્ષાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. હવેથી આધારના કોઈ પણ પ્રકારના ઉપયોગ માટે ચેહરાની ઓળખ કરાવવી અનિવાર્ય રહેશે. નવા સિમકાર્ડ, બેંક વગેરેમાં ઓળખપત્ર તરીકે આપવામાં આવતા આધાર સાથે હવે આ નવુ ફિચર પણ લાગુ થશે.

ફિંગર પ્રિંટ અને આઈરિસ સ્કેન ઉપરાંત ચેહરાની ઓળખ એક એડિશનલ ફિચર હશે. UIDAIનું કહેવું છે કે, આ નવુ ફિચર આધારને વધારે સુરક્ષીત બનાવશે. UIDAIના સીઈઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું છે કે, એવા અનેક કેસ સામે આવ્યા છે, કે કોઈ ઉંમરના કારણે વૃદ્ધની ફિંગર પ્રિંટ ભુંસાઈ જાય છે અને તેમને આધારની ખાતરીથી બહાર કરી દેવામાં આવે છે. પરંતુ આ નવું ફિચર આ મુશ્કેલીઓમાં મદદગાર સાબિત થશે.

જાણો આધારમાં કેવા થશે પરિવર્તન

પ્રશ્ન : કઈ સેવાઓ માટે જરૂરી બનશે ચહેરાની ઓળખ?

જવાબ ; નવા અને ડૂપ્લિકેટ સિમ કાર્ડ્સ, બેંકમાં આધાર વેરિફિકેશન, પીડીએસ રાશનની દુકાનો, સરકારી ઓફિસમાં હાજરી જેવી મહત્વની બાબતોમાં આધાર જરૂરી.

પશ્ન : શું આ પ્રક્રિયા એક વખત જ રહેશે?

જવાબ : જ્યારે પણ કોઈ વ્યક્તિ વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરશે ત્યારે ચહેરાની ઓળખની પ્રક્રિયા દર વખતે જરૂરી બનશે.

પ્રશ્ન : શું આ પ્રક્રિયા માત્ર નવા સિમકાર્ડ્સ માટે જરૂરી રહેશે કે પછી જેમને પહેલા સિમકાર્ડ ખરીદ્યા છે તેમના માટે પણ અનિવાર્ય?

જવાબ : હાલ આ પ્રકિર્યા માત્ર નવા સિમકાર્ડ્સ માટે જ અનિવાર્ય રહેશે. 15 સપ્ટેમ્બરથી લગભગ 10 ટકા ઓથેન્ટિકેશન ચહેરાની ઓળખ દ્વારા કરવામાં આવશે.

પ્રશ્ન : શું ઉંમરના કારણે, વાળ ખરી જવા કે હેરસ્ટાઈલ બદલવાના કારણે, દાઢી કરેલી હોવાના કારણે ચહેરાની ઓળખ પર કોઈ અસર પડશે?

જવાબ : ઓથેન્ટિકેશનની સિસ્ટમ એટલી પ્રભાવશાળી છે કે, ચેહરાની ઓળખ પર તેની કોઈ જ સીધી અસર નહીં પડે.

UIDAIના એક પત્ર અનુંસાર 15 સપ્ટેમ્બરથી ટેલિકોમ કંપનીઓ માટે દર મહિને લગભગ ઓછામાં ઓછા 10 ટકા વેરિફિકેશન ચહેરાનું લાઈવ ફોટો સાથે મેચિંગ કરવું અનિવાર્ય રહેશે. આ પ્રકારના વેરિફિકેશન કે જેમાં નિર્ધારિત કરતા ઓછા થયા હોય તો પ્રતિ વેરિફિકેશન 20 પૈસા દંડ ફટકારવામાં આવશે.