દુનિયાભરમાં થોડીક ક્ષણો માટે બંધ પડી ગયું ફેસબુક-ઇંસ્ટાગ્રામ; યુઝર્સે ટ્વિટર પર લીધી ચુટકી – Sandesh
NIFTY 10,388.00 +9.60  |  SENSEX 33,830.05 +55.39  |  USD 64.5350 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • દુનિયાભરમાં થોડીક ક્ષણો માટે બંધ પડી ગયું ફેસબુક-ઇંસ્ટાગ્રામ; યુઝર્સે ટ્વિટર પર લીધી ચુટકી

દુનિયાભરમાં થોડીક ક્ષણો માટે બંધ પડી ગયું ફેસબુક-ઇંસ્ટાગ્રામ; યુઝર્સે ટ્વિટર પર લીધી ચુટકી

 | 11:00 pm IST

બુધવારના રોજ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક આખી દુનિયાભરમાં ઠપ થઇ ગયું. આ દરમ્યાન ફેસબુક પર યુઝર્સ ન તો ફોટો અપલોડ કરી શકતા ન તો કોઇ સ્ટેટસ. ફેસબુકે ડેસ્કટોપ અને મોબાઇલ બંને પર કામ કરવાનું બંધ કરી દીધું હતું.

તસવીરો શેર કરવાના લોકપ્રિય એપ ઇન્સ્ટાગ્રામની પણ આ જ સ્થિતિ રહી. જો કે થોડાંક સમય બાદ બંનેએ કામ કરવાનું શરૂ કરી દીધું.

મોટાભાગના યુઝર્સનું ફેસબુક પેજ અપલોડ જ થઇ રહ્યું નહોતું. કોઇ પોતાના એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકયા નહોતા. મોબાઇલ અને ડેસ્કટોપ સ્ક્રીન પર અલગ-અલગ એરર મેસેજ દેખાઇ રહ્યાં હતા. ફેસબુક ખોલવા પર ‘ફેસબુક ઝડપથી આવશે’ તેવો મેસેજ આવી રહ્યો હતો.

ફેસબુર ખોલવા પર આ લખેલું આવી રહ્યું હતું
માત્ર ભારત જ નહીં, અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાભરમાંથી ફેસબુક ડાઉન થયાના સમાચાર આવ્યા. આ દરમ્યાન ટ્વિટર પર લોકોએ ચુટકી પણ લીધી. તેને લઇને દુનિયાભરમાં એટલા ટ્વીટ થયા કે #facebookdown ટોપ ટ્રેન્ડસમાં સામેલ થઇ ગયું.