Facebook & Instagram experience massive outage across US & Europe
  • Home
  • Featured
  • ફેસબુક અને ઈંસ્ટાગ્રામ થયા ડાઉન, ટ્વિટર પર ફરિયાદનો ઢગલો થયો

ફેસબુક અને ઈંસ્ટાગ્રામ થયા ડાઉન, ટ્વિટર પર ફરિયાદનો ઢગલો થયો

 | 9:07 am IST

સોશિયલ મીડિયાનો આપણે સૌ કોઈ ઉપયોગ કરીએ છીએ. ખુબજ લોકપ્રિય સોશિયલ મીડિયા નેટવર્કિગ સાઈટ એટલે ફેસબુક. કરોડોની સંખ્યામાં ફેસબુક સાથે યૂઝર્સ જોડાયેલા છે અને આથી જ આ સોશિયલ મીડિયા નેટવર્કિગ સાઈટ પર જો કોઈ સમસ્યા આવે તો તેની અસર પણ એટલી જ વ્યાપક જોવા મળે છે. આજે ટ્વીટર પર ફેસબુકના યૂઝર્સે લાખોની સંખ્યામા ફેસબુક ડાઉન થવાની સમસ્યા અંગે ફરિયાદ કરી હતી.

સમગ્ર અમેરિકા અને યૂરોપમાં બુધવારે સોશિયલ મીડિયા નેટવર્કિગ સાઈટ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ ડાઉન થવાના કારણે લાખો યૂઝર્સ નિરાશ થયા હતા. આ નિરાશા અને ગુસ્સો બીજી સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર શેર કરી વર્ષાવ્યો હતો. જો કે શા કારણે ફેસબુક અને ઇસ્ટાંગ્રામ ડાઉન થયો છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.

વેબસાઈટ downdetector.com અનુસાર યૂએસ અને કેનેડાથી લઈને ચિલી સહીત ઈટલી સુધી યૂઝર્સને લગભગ 1 કલાક સુધી આ સમસ્યાનો સામનો કર્યો હતો. યૂઝર્સ સાઈટ્સ પર લોગઈન અને પોસ્ટ કરી શકતા નહોતા. ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ડાઉન થવાની સમસ્યા સમગ્ર દુનિયાભરના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો.

ફેસબુક પ્રવક્તાએ યૂઝર્સને એક કલાકથી વધારે આ સમસ્યાનો સામનો કરવાનો આવ્યો એ વાતની પુષ્ટી કરી છે. પ્રવક્તાએ જણાવ્યુ કે કેટલાક લોકો ફેસબુકથી જોડાયેલી એપને એક્સેસ કરવામાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જો કે શા કારણે આ સમસ્યા આવી તેનું કારણ પ્રવક્તાએ જણાવ્યુ નથી.

કેલિફોર્નિયાની દિગ્ગજ કંપની ફેસબુકના બે બિલિયનથી વધારે યૂઝર્સ છે. આ યૂઝર્સે ટ્વીટર પર ફેસબુકમા આવતી સમસ્યા તેમજ ફેસબુક ડાઉન રહ્યુ તે અંગે ઢગલો મોઢે ટ્વીટ કર્યા. આ ટ્વીટ પછી ફેસબુકની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ફેલાઈ ચુક્યો છે કે લોકો હવે તેના વિના રહી શકે તેમ નથી.

ફેસબુકે તેના યુઝર્સની આતુરતા સમજીને ટ્વીટર પર એક નિવેદન આપ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ કે, ‘અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને હાલ ફેસબુકથી જોડેલી એપ સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. અમે ખુબજ જલ્દી આ સમસ્યાનું સમાધાન શોધી લાવીશુ. કંપની ફેસબુક ડાઉન થયુ છે તે જાણે છે અને તેનાથી યૂઝર્સને પડતી તકલીફથી પણ કંપની વાકેફ છે.

થોડા સમય પછી ફેસબુકે સ્પષ્ટ કર્યુ કે કોઈ પણ પ્રકારનો સાયબર હુમલો થયો નથી આથી યૂઝર્સે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે આ સમસ્યાને ખુબજ જલ્દી હલ કરવા માટે તાત્કાલીક ધોરણે પગલાં ઉઠાવ્યા છે. આ સમસ્યાની પુષ્ટી કરી શકીએ છીએ કે આ સમસ્યા DDoS હુમલાને સંબંધીત નથી.

વેબસાઈટ downdetector.com અનુસાર ઉત્તર અમેરિકા અને યૂરોપમાં ફેસબુક ડાઉન થવાની અસર વધારે જોવા મળી હતી. કેટલાક બીજા ક્ષેત્રોમાં પણ આ સમસ્યાની અસર જોવા મળી હતી.