માઉસની હિલચાલ ઉપર પણ છે ફેસબુકની નજર, થયો મોટો ખુલાસો - Sandesh
NIFTY 10,794.50 -62.20  |  SENSEX 35,559.32 +-179.84  |  USD 67.6700 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માઉસની હિલચાલ ઉપર પણ છે ફેસબુકની નજર, થયો મોટો ખુલાસો

માઉસની હિલચાલ ઉપર પણ છે ફેસબુકની નજર, થયો મોટો ખુલાસો

 | 1:12 pm IST

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક વિવાદ બાદ ફેસબુક સતત વિવાદોમાં ફસાયું છે. હવે ફેસબુકે માન્યું છે કે, તે યૂઝરની ખાનગી જાણકારી, પસંદ-નાપસંદ જાણવા માટે તેમના કોમ્પ્યૂટર કી-બોર્ડ અને માઉસની મૂવમેન્ટ સુધી નજર રાખે છે. એટલે કે જો તમારું ફેસબુક લોગઈન હોય, તો માઉસની દરેક ક્લિક અને કી-બોર્ડના ઉપયોગ ફેસબુક સુધી પહોંચી રહી છે.

આ જાણકારીથી ફેસબુક એ જાણવાનો પ્રયત્ન કરે છે કે યૂઝર્સ ક્યા પ્રકારના કેન્ટેંટ પર કેટલો સમય રોકાય છે. આ જાણકારીનો ઉપયોગ કરી ફેસબુક યૂઝરને જાહેરાત દેખાડે છે. ડેટા લીંક કૌભાંડ બાદ ફેસબુકે અમેરિકી સંસદના ઉચ્ચ સદન યૂએસ સીનેટમાં પોતાના જવાબ આપ્યો હતો. કંપનીએ 225 પેજના ડૉક્યૂમેન્ટમાં લગભગ 2 હજાર સવાલોના જવાબ આપ્યા છે.

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક બાદ ફેસબુકની પ્રાઈવેસી પૉલિસી સતત સવાલોના ઘેરામાં રહેલી છે. અમેરિકી સિનેટમાં ફેસબુકના સીઈઓ માર્ક જકરબર્ગ સાથે સવાલ-જવાબ પણ કરવામાં આવ્યા હતા. બાકી બચેલા સવાલોના જવાબ આપવા ઝકરબર્ગને સમય આપવામાં આવ્યો હતો. આવા સવાલ કુલ 2 હજાર હતા. ફેસબુકે હાલ આ સવાલોના જવાબ આપ્યા છે.

ફેસબુક આવી રીતે રાખે છે યૂઝર્સ પર નજર
ડિવાઈસ ઈન્ફર્મેશન: તમે જે કોમ્પ્યૂટર, મોબાઈલ અથવા ડિવાઈસથી ફેસબુક લોગઈન કરે છે, તેની જાણકારી ફેસબુકને રહે છે. ડિવાઈસમાં કેટલો સ્ટોરેજ બચ્યો છે, ક્યાં-ક્યાં ફોનમાં ફોટા છે અને કોના નંબર સેવ છે.

એપ ઈન્ફર્મેશન: ફેસબુકને પણ ખબર હોય છે કે યૂઝર ડિવાઈસમાં કંઈ કંઈ એપ ડાઉનલોડ કરેલી છે. યૂઝર કંઈ એપને કેટલો સમય આપે છે.

ડિવાઈસ કનેક્શન: ફેસબુકને ખબર હોય છે કે યૂઝર ક્યા નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે અથવા તો ક્યું વાઈ-ફાઈ ચલાવી રહ્યું છે. ફેસબુક ડિવાઈસ જીપીએસ ઉપર પણ નજર રાખે છે.

બેટરી લેવલ: યૂઝરની ડિવાઈસની બેટરી લેવલ પણ ફેસબુક નજર રાખે છે. તેનાથી તે જાણી શકાય છે કે ફેસબુક એપ યૂઝરના ડિવાઈસની વધારે બેટરી તો નથી લઈ રહ્યું. તે હિસાબથી એપને અપડેટ કરે છે.