ફેસબુકમાંથી ફરીથી ડેટા લીક થયા, યુઝર્સના મિત્રોની પણ માહિતી 60 કંપનીઓ પાસે પહોંચી - Sandesh
NIFTY 10,956.55 -23.90  |  SENSEX 36,339.94 +-33.50  |  USD 68.9800 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેસબુકમાંથી ફરીથી ડેટા લીક થયા, યુઝર્સના મિત્રોની પણ માહિતી 60 કંપનીઓ પાસે પહોંચી

ફેસબુકમાંથી ફરીથી ડેટા લીક થયા, યુઝર્સના મિત્રોની પણ માહિતી 60 કંપનીઓ પાસે પહોંચી

 | 6:01 pm IST

ડેટા લીકને લઈને વિવાદોમાં રહેલુ ફેસબુક ફરી એકવાર ચર્ચામાં છે. નવા ખુલાસા પ્રમાણે દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનવાની મહાત્વાકાંક્ષા સાથે ફેસબુકે ફોન અને અન્ય ડિવાઈસ બનાવતી કંપનીઓને ફેસબૂક યૂઝર્સની અંગત જાણકારીઓ સુધી પહોંચ બનાવવાને લઈને સમજુતી કરી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, કેટલીક ડીલ તો એ પ્રકારની હતી જેમાં યૂઝર્સ જ નહીં પણ તેના મિત્રોની અંગત જાણકારીઓ સુધી પણ આ કંપનીઓની પહોંચ બની ગઈ હતી.

એક સમાચારપત્રના અહેવાલ અનુંસાર ફેસબુકે લગભગ 60 ડિવાઈસ બનાવતી કંપનીઓ સાથે ડેટા શેરિંગને લઈને સમજુતી થઈ હતી. તેમાં જાણીતી કંપનીઓ એપલ, એમેઝોન, બ્લેકબેરી, માઈક્રોસોફ્ટ અને સેમસંગ પણ શામેલ હતી.

કેમ્બ્રિજ એનાલિટિકાને ડેટા પહોંચાડવાને લઈને ફેસબુકનો ડેટા લીકનો વિવાદ હજી શાંત પણ નથી થયો ત્યાં વધુ એક સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. નવા ખુલાસા પ્રમાણે ફેસબુકે તેના યુઝર્સના અંગત ડેટા સુધી પહોંચવા 60 જેટલી ખાસ કંપનીઓ સાથે એક સમજુતી કરી હતી. જેમાં સ્માર્ટફોન્સ પર ફેસબુક એપ્સનો ઉપયોગ કરતાની સાથે જ આ ડીલ નક્કી કરી લેવામાં આવતી. આ ડીલ પ્રમાણે ફેસબુક તેની પહોંચ વધારતું જશે અને ફોન બનાવનાર કંપનીઓને સોશિયલ નેટવર્કના લોકપ્રિય ફિચર્સ જેવા કે મેસેજિંગ, લાઈક બટન્સ અને એડ્રેસ બુક્સ વગેરેની જાણકારી મળતી રહેશે. જોકે થોડા સમય બાદ આ પાર્ટનરશીપથી કંપનીની ગોપનીયતાને લઈને ચિંતા વધવા લાગી.

ફેસબુકે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ યૂઝર્સના મિત્રોના ડેટા સુધી પહોંચ બનાવવાની મંજૂરી ડિવાઈસ કંપનીઓને આપી દીધી હતી. ફેસબુક તરફથી વારંવાર એવા આશ્વાસન આપવામાં આવતાં રહ્યાં કે, કોઈ પણ બહારનાને યુઝર્સના ડેટા નહીં આપવામાં આવે. તેમ છતાંયે બેરોકટોક આમ થતું જ રહ્યું.

ફેસબુકને લઈને સમાચારપત્રના અહેવાલમાં એવો પણ ધડાકો કરવામાં આવ્યો છે કે, ફોન બનાવનારી કેટલીક કંપનીઓને ફેસબુક યૂઝર્સના મિત્રોની એવી માહિતી હાથ લાગી ગઈ હતી કે, જેને અન્યોને શેર કરવાની મંજૂરી ન હતી. આ ભાગીદારી ગત એપ્રિલ સુધી યથાવત રહી હતી. કેમ્બ્રિજ એનાલિટિકા સાથે ડેટા શેર કરવાના ખુલાસા બાદ ફેસબુક અને તેની ગતિવિધિઓ નજરે પડી ગઈ હતી. આ કામ માટે 60 જેટલી ખાસ કંપનીઓ સાથે એક સમજુતી કરવામાં આવી હતી. જેમાં એપલ, એમેઝોન, બ્લેકબેરી, માઈક્રોસોફ્ટ અને સેમસંગ જેવી મોટા ગજાની કંપનીઓ પણ શામેલ છે.

ફેસબુક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, લગભગ 5 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારીઓ લીક થઈ જેનો લાભ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ઉઠાવ્યો હતો. એવો પણ આરોપ છે કે, આ કંપનીએ મતદાતાઓના મતને મેનિપ્યુલેટ કરવા માટે ફેસબુક યૂઝર્સના ડેટામાં સેંધમારી કરી હતી.