કેવા કામની ટેક્નોલોજી? ઝકરબર્ગ બોલ્યા- લીકની જાણકારી સમાચારો દ્વારા થઇ... - Sandesh
  • Home
  • Technology
  • કેવા કામની ટેક્નોલોજી? ઝકરબર્ગ બોલ્યા- લીકની જાણકારી સમાચારો દ્વારા થઇ…

કેવા કામની ટેક્નોલોજી? ઝકરબર્ગ બોલ્યા- લીકની જાણકારી સમાચારો દ્વારા થઇ…

 | 12:07 pm IST

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ 11 માર્ચે બીજી વાર અમેરિકી કોંગ્રેસ સામે હાજર રહ્યા હતા. અહી ફરીથી ઝકરબર્ગને તીખા પ્રશ્નો પૂછ્યા. અમે તમને પહેલા જણાવ્યું કે ઝકરબર્ગ કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીકના વિવાદ પર પ્રશ્નોથી ઘેરાયેલા છે. આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ક્યારેક ફેસબુક સાથે સંકળાયેલી જાણકારીઓની ઘટના સમાચારોથી મળે છે.

પ્રશ્ન અને જવાબના બીજા દિવસે અમેરિકી સાંસદે પ્રશ્ન કર્યો કે, ફેસબુક પાસે એડવાન્સ ડેટા પ્રોસેસિંગ ટેક્નોલોજી છે છતા શું તમને આ સ્કેન્ડલની જાણકારી સમાચારોથી મળે છે. એલેગ્જેનડર કોગને યુઝર્સનો ડેટા એક એજન્સીને વેચી દીધી છે, ત્યારે પણ તમને કોઈ ખબર નાપડી? અમે તમારા વચનો પર ભરોસો કેમ કરીએ જયારે તમે વારંવાર આવું કરો છો.

જવાબમાં ઝકરબર્ગે કહ્યું કે, 2015માં પહેલી વાર ગાર્ડિયનની રીપોર્ટ પછી કેમ્બ્રિજ એનાલિટિકા વિષે ખબર પડી હતી. ઘણી વાર અમને આ વિષેની વાતો સમાચાર દ્વારા પ્રાપ્ત થાય છે.

ઉલ્લેખનીય છે કે, 2015માં કોગને ડેટા પોતાની એપ દ્વારા ભેગો કર્યો હતો અને આ જાણકારીઓ કોગને કેમ્બ્રિજ એનાલિટિકાને આપી દીધી હતી. પરંતુ ફેસબુકે ડીસેમ્બર 2015માં ગાર્ડિયનની રીપોર્ટ સામે આવ્યા પછી કાર્યવાહી શરૂ કરી હતી.