facebook does physical verification of a delhi user for a political post
  • Home
  • Election 2019
  • સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરી કે યૂઝર્સના ઘરે દોડી આવી ફેસબુકની ટીમ

સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરી કે યૂઝર્સના ઘરે દોડી આવી ફેસબુકની ટીમ

 | 1:29 pm IST

ભારતમાં તાજેતરમાં ગરમીમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ લોકસભાની ચૂંટણીના કારણે પણ દેશમાં માહોલ ગરમ છે. સમગ્ર ભારત લોકસભાની ચૂંટણીના રંગે રંગાયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ લોકસભા ચૂંટણીનો માહોલ છવાયો છે. જેમાં ફેસબુક પ્રથમ નંબરે આવે છે. તેવામાં ફેસબુકે એવું કારનામું કર્યું છે કે જે ક્યારેય કોઇએ વિચાર્યું નહી હોય.

તાજેતરમાં ફેસબુકે પોતાની ટીમના એક સભ્યને એક યૂઝરના ઘરે મોકલ્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ફેસબુક પર જે રાજકીય પોસ્ટ લખવામાં આવી છે તે તેના દ્વારા જ લખવામાં આવી છે કે કોઇ રાજકીય પક્ષ દ્વારા લખવામાં આવી છે. યૂઝર એવું જાણીને આશ્ચર્યમાં મૂકાયો હતો કે ફેસબુકે ફક્ત એક પોસ્ટની ખરાઈ કરવા માટે તેના પ્રતિનિધિને તેના ઘરે મોકલ્યો હતો. યૂઝરે વધુમાં જણાવ્યું કે, “આ મારા માટે આશ્ચર્યજનક હતું. એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાના યૂઝર્સ સાથે આવું કેવી રીતે કરી શકે છે. યૂઝર્સની પ્રાઇવસી જેવું કાઇ હોય કે નહીં? મેં ક્યારેય આવું સાંભળ્યું નથી.

ન્યૂઝ એજન્સી આઇએએનએસએ દિલ્હીના આવા જ એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ વ્યક્તિના ઘરે ફેસબુકની ટીમ પોસ્ટની ખરાઈ કરવા માટે પહોંચી હતી. નામ ન જણાવવાની શરતે આ વ્યક્તિએ જણાવ્યું કે, “મને લાગ્યું કે પાસપોર્ટના વેરિફિકેશન માટે પોલીસ મારા ઘરે પહોંચી છે. ફેસબુકના પ્રતિનિધિએ મારી ઓળખ સાબિત કરવા માટે મારું આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો માંગ્યા હતા જેનાથી સાબિત થઈ શકે કે તે રાજકીય પોસ્ટ મેં જ લખી હતી.”

આઈએએનએસને ફેસબુક તરફથી આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કાયદાના નિષ્ણાતો પણ આવા વેરિફિકેશનને અજબ ગણાવી રહ્યા છે. આ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. સાઇબર કાયદાના નિષ્ણાત તેમજ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પવન દુગ્ગલે જણાવ્યું કે, “આ ઘટના જો સાચી હોય તો તે દેખીતી રીતે યૂઝરની પ્રાઇવસીનો ભંગ કરે છે. યૂઝરના ફિઝિકલ વેરિફિકેશન માટે કોઈ પ્રતિનિધિને મોકલવો એ તેની પ્રાઇવસી પર બળજબરીથી કરેલો હુમલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન