Facebookથી ગાયબ થઇ 200 એપ્સ, કારણ જાણી લાગશે ઝટકો! - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Facebookથી ગાયબ થઇ 200 એપ્સ, કારણ જાણી લાગશે ઝટકો!

Facebookથી ગાયબ થઇ 200 એપ્સ, કારણ જાણી લાગશે ઝટકો!

 | 6:18 pm IST

ફેસબુક વપરાશકર્તાઓની ખાનગી માહિતીનો દુરુપયોગ અટકાવવા માટે સોશિયલ મીડિયા કંપની ફેસબુક તપાસ કરી રહી છે. તપાસ હેઠળ, તેમણે તેના પ્લેટફોર્મ પરથી લગભગ 200 એપ્સને દૂર કરી છે. યુકેની કંપની, ક્રેમબ્રિજ એનાલિટિકા પર 8.7 કરોડ ફેસબુક યુઝર્સના આંકડા ગેરકાયદેસર રીતે મેળવી અને તેનો ઉપયોગ ટ્રમ્પના ચૂંટણી અભિયાન (2016)માં કરવાનો આરોપ છે. આ બાબતે ફેસબુકએ તપાસ શરૂ કરી છે.

ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટ ઇમે આર્કિબોન્ગ દ્વારા નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસ પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અમારી પાસે નિષ્ણાતોની મોટી ટીમ છે જેઓ આ એપ્સની તપાસ કરી રહ્યાં છે. અત્યાર સુધી હજારો એપ્લિકેશન્સ ચકાસવામાં આવી છે અને લગભગ 200 એપ્લિકેશન્સ દૂર કરવામાં આવી છે. આ એપ્લિકેશન્સે ખરેખર ડેટાનો દુરુપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ થઇ રહી છે.

આર્કિબોન્ગે જણાવ્યું હતું કે આ એપ્લિકેશન્સ અથવા અન્ય એપ્લિકેશન દ્વારા ડેટા દુરૂપયોગના પુરાવા મળે છે તો, અમે તેમને પ્રતિબંધિત કરીશું અને વેબસાઇટ દ્વારા લોકોને સૂચિત કરીશું. તેમણે જણાવ્યું હતું કે લોકોના ફેસબુક ડેટાનો દુરુપયોગ કરનારી એપની માહિતી જાણવા માટે ઘણુ કામ કરવું પડશે અને તેને શોધવામાં સમય લાગશે.