Facebook help to small and medium traders by giving 32 crore rupees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના કાળમાં મદદે આવ્યું Facebook, આ શહેરના વ્યાપારીઓને આપશે રૂ.32 કરોડ

કોરોના કાળમાં મદદે આવ્યું Facebook, આ શહેરના વ્યાપારીઓને આપશે રૂ.32 કરોડ

 | 5:41 pm IST

સોશિયલ મીડિયા કંપની ફેસબુક 3,000થી વધુ નાના ઉદ્યોગપતિઓને 43 લાખ ડોલર(અંદાજે 32 કરોડ રૂપિયા)નું અનુદાન આપશે. એવી માહિતી મળી છે. આ અનુદાન દિલ્હી અને મુંબઈ સહિત પાંચ શહેરોના નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓને આપવામાં આવશે. આ પાછળ ઉદ્દેશ્ય કોવિડ-19 સંકટ વચ્ચે નાના ઉદ્યોગપતિઓના કારોબારને આગળ વધારવા માટે મદદ કરવાનો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા ફેસબુકે કોરોના મહામારીમાં ઉપજેલા આર્થિક સંકટનો સામનો કરવા માટે 30 દેશોમાં નાની કંપનીઓને મદદ કરવા 10 કરોડ ડોલરના અનુદાનની જાહેરાત કરી હતી. આ પગલું એનો એ જ એક ભાગ છે. રિપોર્ટ પ્રમાણે ફેસબુક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ઉપપ્રમુખ અજિત મોહને તેમના બ્લોગપોસ્ટમાં કહ્યું કે,‘માર્ચમાં નાના કારોબારિઓ માટે ઘોષિત 10 કરોડ ડોલરના અનુદાનમાંથી 43 લાખ ડોલર દિલ્હી, ગુડગાંવ, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં કામ કરતા 3,000થી વધુ નાના ઉદ્યોગપતિઓને આપવાની અમે જાહેરાત કરી રહ્યા છીએ. આ શહેરોમાં ફેસબુકની ઓફિસ છે.’

રિપોર્ટ પ્રમાણે આ સિવાય તેમણે કહ્યું કે અનુદાનમાં રોકડ અને જાહેરાત ક્રેડિટ બંને શામેલ છે. ઉપરાંત તેમણે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું. કંપનીએ આ ભાગેદારી સાથે ભારતમાં ખાસ કરીને નાના વેપારીઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પ્રકટ કરી છે. તેમણે કહ્યું કે કંપનીના આ નિર્ણયથી અમને આશા છે કે દેશમાં નાના કારોબારિઓને કોરોના કાળમાં આર્થિક સંકટથી બહાર નીકળવામાં મદદ થશે.

આ વીડિયો પણ જુઓ: લોકસભામાં દેવુસિંહે ઉઠાવ્યો વોટર લોગિંગનો મુદ્દો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન