NIFTY 9,440.00 +12.10  |  SENSEX 30,575.13 +110.21  |  USD 64.5800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ફેસબુકે ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કર્યા શાનદાર ફિચર્સ

ફેસબુકે ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કર્યા શાનદાર ફિચર્સ

 | 7:34 pm IST

સોશ્યિલ નેટવર્કિંગ દિગ્ગજ ફેસબુકે આજે દિલ્હીમાં એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કંપનીએ ભારતીય યૂઝર્સ માટે ખાસ ફિચર્સ લોન્ચ કર્યાં છે. કંપનીએ ડેમોના રૂપમાં કેટલીક એપ્સ પણ બતાવી હતી, જેમાં વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પણ સામેલ હતા. તે ઉપરાંત સેફ્ટી ચેકનો પણ ડેમો બતાવવામાં આવ્યો હતો.

વર્ચ્યુઅલ રિયારિટી Oculus VR અને 360 કેમેરા પણ બતાવવામાં આવ્યા હતા. ઈવેન્ટમાં કંપનીએ જણાવ્યું કે,ભારતમાં ફેસબુકના 184 મિલિયનથી વધારે મંથલી એક્ટિવ યૂઝર્સ છે. ફેસબુક ગ્રુપના પ્રોડક્ટ હેડ આદિત્ય વેદ્યે કહ્યું કે, તેઓ એવા લોકોને નજીક લાવવાની કોશિશ કરે છે જેઓ એકબીજાને ઓળખતા નથી પરંતુ તેમને વિચાર એક જેવા છે.

સેફ્ટ ચેક ઈવેન્ટની ખાસ વાત રહી હતી. આને સૌથી પહેલા 2015માં નેપાલ ભૂકંપ દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી, જેને લોકો પોતાના મિત્રો અને દોસ્તોને પોતાને સેફ હોવા વિશે જણાવી શકે છે. આ ફિચર્સનું વિસ્તાર વધારવામાં આવ્યું અને કુદરતી આફત ઉપરાંત બીજી કોઈ મોટી દૂર્ઘટનાઓ પર પણ શરૂ કરવામાં આવ્યું છે. આમાં વિસ્તાર કરતાં દરેક યૂઝર્સ માટે તે બનાવવામાં આવ્યું જેથી કોઈ મુશ્કેલીમાં તેને એક્ટિવ કરી શકે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારત તે દેશોમાં ટોપ પર છે, જ્યા ફેસબુક લાઈવ એપ વાપરવામાં આવે છે અને તેના કારણે જ આવી પ્રોડક્ટ્સને શાનદાર બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

ઈવેન્ટમાં આદિત્ય વેદ્યે કહ્યું કે, ફેસબુક ધીમે ધીમે વિઝ્યુઅલ સોશ્યિલ નેટવર્ક તરફ વધી રહ્યું છે. ટેક્સ્ટ સ્ટેટ્સ અપડેટ પહેલાથી હતું, જોકે, હવે ફેસબુક નવા કેમેરા ફિચર્સ યૂઝર્સને આપી રહ્યું છે. કંપની અનુસાર આ કેમેરા ફિચર્સથી કોઈપણને વીડિયો કે ફોટો ડાયરેક મોકલી શકાય છે.

ભારત માટે ખાસ જિયો લોકેશન આધારિત ફ્રેમ અને ફિલ્ટરની પણ જાહેરાત કરી છે. આ ફેસબુક એપના કેમેરા ફિચર્સની અંદર તમને મળશે. આવનારા સમયમાં ફેસબુકના લાઈટ એપમાં પણ રિએક્શન જોવા મળશે, જેમાં Love, Haha, Wao, Sad અને Angry જેવા રિએક્શન હશે. આ ઈવેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ રિએક્શનમાં સૌથી પોપ્યુલ Love રિએક્શન છે.

1