Facebook, Instagram, WhatsApp Are Finally Back Online-Working Properly
  • Home
  • Featured
  • ફેસબુક, ઇંસ્ટાગ્રામ, Whatsapp 9 કલાક બાદ ફરી શરૂ, પ્રોબ્લેમ હતો શું? FBએ જણાવ્યું કે…

ફેસબુક, ઇંસ્ટાગ્રામ, Whatsapp 9 કલાક બાદ ફરી શરૂ, પ્રોબ્લેમ હતો શું? FBએ જણાવ્યું કે…

 | 8:59 am IST

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને તેની બીજી એપ્સમાં આવેલી મુશ્કેલીઓનો ઉકેલ આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે 3 જુલાઇના રોજ સાંજે 8.30 વાગ્યાની આસપાસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને વોટ્સએપ યુઝર્સના ફોટો અને સ્ટોરી અપલોડ કરવાની સાથે જ મેસેજ મોકલવામાં મુશ્કેલી પડી રહી હતી. લગભગ 9 કલાક સુધી ‘સોશિયલ મીડિયા’માં સન્નાટો છવાઇ ગયો હતો. દુનિયાભરના યુઝર્સે આ સમસ્યા અંગે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફરિયાદ કરી હતી. જો કે ફેસબુકે હવે આ સમસ્યાને સંપૂર્ણપણે ઉકેલી દીધી છે અને હવે યુઝર આ એપ્સને પહેલાની જેમ યુઝ કરી શકે છે.

આ પ્રોબ્લેમ થયો હતો
એપ્સમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે ફેસબુકે કહ્યું હતું કે તેઓ યુઝર્સને પડી રહેલી મુશ્કેલીઓથી અવગત છે અને કંપની તેને ટૂંક સમયમાં ઉકેલવાની કોશિષમાં લાગ્યા છે. તેની સાથે જ ફેસબુકે કહ્યું હતું કે આ મુશ્કેલી રૂટીન મેન્ટેનન્સ ઓપરેશન દરમ્યાન આવેલી એક ગડબડીના લીધે થઇ હતી.

આજે સવારે ફેસબુકની સમસ્યા ઉકેલાય ગઇ
આજે સવારે ફેસબુકે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં ફેસબુકેસ કહ્યું કે સમસ્યાને ઉકેલી દેવામાં આવી છે અને હવે 100 ટકા યુઝર્સ માટે એપ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે. અસુવિધાનો અમને ખેદ છે. આ જ રીતે ઇંસ્ટાગ્રામે પણ ટ્વીટ એપની સમસ્યા ઉકેલાય ગયાની માહિતી યુઝર્સને આપી.

એપ્સ અને વેબસાઇટ્સના ઇશ્યુને મોનિટર કરનાર વેબસાઇટ ડાઉનડિટેક્ટરના રિપોર્ટ પ્રમાણે આ એપ્સમાં પડી રહેલી મુશ્કેલીઓની શરૂઆત ઇસ્ટર્ન ટાઇમના હિસાબથી 3 જુલાઇના રોજ સવારે 8 વાગ્યે થયો અને તેના થોડાંક કલાકો બાદ તેમાં સુધારો પણ શરૂ થઇ ગયો હતો. સાથો સાથ ડાઉનડિટેકટરે કહ્યું કે ફેસબુક અને બીજી એપ્સમાં આવેલી સમસ્યા તમામ ઇમેજ અપલોડ પર થઇ રહી નહોતી અને ઇંસ્ટાગ્રામ કે ફેસબુક પર કેટલીક ઇમેજને લોડ કરી શકાય છે.

આપને જણાવી દઇએ કે આ વર્ષે માર્ચ મહિનામાં પણ ફેસબુક યુઝર્સને કેટલાંય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ફેસબુક સહિત ઇંસ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ અંદાજે 24 કલાક સુધી ડાઉન રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન