ફેસબુક બનાવી રહ્યું છે મગજને વાંચી શકે તેવું ઈન્ટરફેસ, વિચારીને જ કરી શકશો ટાઈપિંગ – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ફેસબુક બનાવી રહ્યું છે મગજને વાંચી શકે તેવું ઈન્ટરફેસ, વિચારીને જ કરી શકશો ટાઈપિંગ

ફેસબુક બનાવી રહ્યું છે મગજને વાંચી શકે તેવું ઈન્ટરફેસ, વિચારીને જ કરી શકશો ટાઈપિંગ

 | 10:16 pm IST

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીની F8 કોન્ફ્રન્સમાં કહ્યું કે, તેમના એન્જિનિયર્સ માણસો અને કોમ્પ્યૂટર્સ વચ્ચે ડાયરેક સંવાદ માટે નવો ઈન્ટરફેસ બનાવવા પર કામ કરી રહ્યાં છે. ઝુકરબર્ગે કહ્યું કે, અમે ડાયરેક બ્રેન ઈન્ટરફેસ પર કામ કરી રહ્યાં છીએ, જેમાં તમે તમારા મગજ દ્વારા જ કોમ્યૂનિકેટ કરી શકશો. ઝુકરબર્ગે ફેસબુકની વાર્ષિક ડેવલપર્સ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે, કંપની તે પદ્ધતિઓ પર સ્ટડી કરી રહી છે કે, જેમાં લોકો પોતાના વિચારોથી જ કોમ્પ્યૂટર્સને કંટ્રોલ કરી શકશે.

વિચારીને જ કરી શકશો ટાઈપિંગ

ફેસબુકની આ જાહેરાતથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ફેસબુક ટલેપથિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. ફેસબુકનું કહેવું છે કે, તેઓ ‘સાઈલેન્ટ સ્પીચ’ સોફ્ટવેર ડિવલેપ કરી રહ્યાં છે, જેમાં લોકો પ્રતિ મીનિટ લગભગ 100 શબ્દો ટાઈપ કરી શકશે. આ પ્રોજેક્ટ 6 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો છે. 60થી વધારે વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સ અને સિસ્ટમ ઈન્ટિગ્રેટર્સની ટીમ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

બ્રેન કોમ્પ્યૂટર ઈન્ટરફેસ ટેકનોલોજીમાં ઈલેક્ટ્રોડ્સ લગાવવા પડે છે, પરંતુ ફેસબુકનું કહેવું છે કે, તેઓ આ કામ માટે ઓપ્ટિકલ ઈમેજિંગ ઉપયોગ કરવા માંગીએ છીએ, જેથી સર્જરી કરવાની જરૂરત ના પડે. આ રીતની ટેકનોલોજીથી લોકો માત્ર વિચારીને જ ટેક્સ મેસેજ અને ઈમેલ મોકલી શકશે. તેમને આવું કરવા માટે સ્માર્ટફોનની ટચસ્ક્રિન કે કોમ્પ્યૂટરના કિબોર્ડને અડવાની પણ જરૂરત નથી.

કંપનીએ આને ડાયરેક્ટ બ્રેન ઈન્ટરફેસનું નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે, આ ટેકનોલોજી તે શબ્દોને ડિકો કરશે, જેને તમે તમારા મગજના સ્પીચ સેન્ટરમાં મોકલો છો. જે રીતે તમે ઘણા બધા ફોટા પાડો છો પરંતુ શેર કેટલાક જ કરો છો, તેવી જ રીતે તમારા મગજમાં ઘણા બધા વિચાર આવે છે પરતુ શેર કેટલાક જ કરો છો તેમ તેમને પણ કમાન્ડમાં લેવામાં આવશે જે તમે ઈચ્છાપૂર્વક આપશો.

ઉલ્લેખનિય છે કે, ફેસબુકે પાછલા વર્ષે Buidling 8 નામથી રિચર્સ યૂનિટ લોન્ચ કરી હતી. જે હાર્ડવેર પ્રોડક્ટ્સ પર કામ કરી રહી છે. જાન્યુઆરીમાં ફેસબુકે ન્યૂરલ ઈમેજિંગ અને બ્રેન ઈન્ટરફેસ એન્જિનિયર્સને પોતાની બિલ્ડીંગ 8 ટીમ માટે હાયર કરવાનું શરૂ કર્યું હતું. આ ટીમ એવા સેન્સર્સ ડેવલપ કરી રહી છે કે, જે સ્કિન દ્વારા લોકોની વાત સમજી શકે. કંપનીનું કહેવું છે કે, જે રીતે આપણા કાન વાઈબ્રેશન્સને સમજી શકનાર ધ્વનિમાં રૂપાંતર કરે છે, આ સેન્સર્સ તે સિદ્ધાંત પર કામ કરે છે.