NIFTY 9,429.45 -96.30  |  SENSEX 30,434.79 +-223.98  |  USD 64.8400 +0.69
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • જૂઠ બોલવા પર ફેસબુક પર લાગ્યો 789 કરોડનો દંડ

જૂઠ બોલવા પર ફેસબુક પર લાગ્યો 789 કરોડનો દંડ

 | 6:53 pm IST

યૂરોપીય કમીશને ગુરૂવાર (18 મે)ના દિવસે સોશ્યિલ મીડિયા કંપની ફેસબુક પર વોટ્સએપના હસ્તાંતરણ દરમિયાન ખોટી માહિતી આપવા અને લોકોને ભ્રમિત કરવા માટે 11 કરોડ યૂરો (789 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. યૂરોપીય કમ્પીટીશન કમીશનના કમીશ્નર માર્ગેર્થે વેસ્ટાજેએ એક નિવેદનમાં જણાવ્યું કે, “આજનો નિર્ણય કંપનીઓને સ્પષ્ટ સંદેશ છે કે, તેઓ સાચી જાણકારી આપે અને યૂરોપીય અધિગ્રહણ કાનૂનને દરેક રીતે ખ્યાલ રાખશે.”

માર્ગેર્થે એક નિવેદનમાં કહ્યું હતું કે, કમીશનને હસ્તાંતરણના વ્યાપારના પ્રતિસ્પર્ધા પર પ્રભાવ વિશે બધી જ અને સટીક જાણકારી આપવી જોઈએ. યૂરોપીય કમીશનના નિર્ણય બાદ ફેસબુકે એક નિવેદન દ્વારા કહ્યું છે કે, કમીશન સાથે તેમને પૂરો સહયોગ કર્યો અને તેની તરફથી ભૂલ જાણી-જોઈને કરવામાં આવી નથી.

ફેસબુકે તેના એક નિવેદનમાં કહ્યું કે, “આ કમીશન સાથે પહેલી વાર સામનો થયો છે અને અમારી નિયત સારી છે. અમે દરેક સ્તરે સાચી સૂચના આપવાની કોશિશ કરી છે.” વર્ષ 2014ના ફાઈલિંગમાં જાણકારી આપવામાં આમારાથી ભૂલ થઈ છે અને તે પણ જાણી-જોઈને આપવામાં આવી નથી. કમીશને તે માન્યું કે, આનાથી હસ્તાંતરણના પ્રભાવની સમીક્ષા પર કોઈ અસર થઈ નથી. ફેસબુકે તેના નિવેદનમાં જણાવ્યું કે, કમીશનના આ નિર્ણય બાદ મામલો સમાપ્ત થઈ ગયો છે.

 

1