બિટકોઇનને ટક્કર આપવા માટે દુનિયાની સૌથી મોટી કંપની આવી રહી છે મેદાનમાં - Sandesh
  • Home
  • Business
  • બિટકોઇનને ટક્કર આપવા માટે દુનિયાની સૌથી મોટી કંપની આવી રહી છે મેદાનમાં

બિટકોઇનને ટક્કર આપવા માટે દુનિયાની સૌથી મોટી કંપની આવી રહી છે મેદાનમાં

 | 5:42 pm IST

તાજેતરમાં ગુજરાતમાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના નામ પર ઘણો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ ફેસબુક દ્વારા નવાં બ્લોકચેન ગ્રૂપની રચનાના અહેવાલો જારી થયા હતા. હવે મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે, ફેસબુક તેની પોતાની ક્રિપ્ટોકરન્સી જારી કરવાની તૈયારી કરી રહી છે. ટેક્નિકલ વેબસાઇટ ચેદ્દારના જણાવ્યા અનુસાર ફેસબુક આ મામલા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે, જોકે સમગ્ર મામલાના જાણકારો એમ કહી રહ્યા છે કે, ફેસબુક કથિત રીતે ઇનિશિયલ કોઇન ઓફરિંગ જારી કરવા પર વિચારણા કરી રહી નથી. કંપની મર્યાદિત સંખ્યામાં વર્ચ્યુઅલ ટોકન જારી કરશે જેને નિશ્ચિત કિંમતો પર ખરીદી શકાશે.

દુનિયાભરમાં ફેસબુકના બે અબજથી વધુ યૂઝર્સ છે અને ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાથી યૂઝર્સને બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરી પેમેન્ટ કરવાની સુવિધા પ્રાપ્ત થશે. ફેસબુક મેસેન્જરના એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ ડેવિડ માર્ક્સે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે એક નાનું ગ્રૂપ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ જે ફેસબુકમાં બ્લોકચેન બનાવવાનું કામ કરશે.

ફેસબુક દ્વારા જારી કરાયેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અન્ય કંપનીઓની જેમ ફેસબુક પણ બ્લોકચેન ટેક્નિકની શક્તિના મહાસાગરને ખેડવા માગે છે. અત્યારે અમે આટલી જ માહિતી આપી શકીએ છીએ.

માર્કેટ રિસર્ચ ફર્મ ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 2018માં બ્લોકચેન સોલ્યુશન્સ પર લગભગ 2.1 અબજ ડોલર જેવી માતબર રકમ ખર્ચાવાની છે. આ રકમ 2017માં ખર્ચ થયેલા 945 મિલિયન ડોલર કરતાં બમણી હશે. રિકોડે સૌથી પહેલાં જાણ કરી હતી કે, ફેસબુક દ્વારા બ્લોકચેન ટેક્નોલોજી માટે નવી ટીમની રચના કરાશે. આ ગ્રૂપનાં નેતૃત્વ માટે માર્ક ઝુકરબર્ગ પોતાના હોદ્દાનો ત્યાગ કરે તેવી પણ સંભાવના છે.