Facebook એ પોતાના યૂઝર્સની સેફ્ટી માટે આ ફીચર લોન્ચ કર્યુ - Sandesh
  • Home
  • Technology
  • Facebook એ પોતાના યૂઝર્સની સેફ્ટી માટે આ ફીચર લોન્ચ કર્યુ

Facebook એ પોતાના યૂઝર્સની સેફ્ટી માટે આ ફીચર લોન્ચ કર્યુ

 | 5:42 pm IST

ફેસબુકએ ઘણી બધી વાર નિવેદન આપ્યું છે કે સોશિયલ મીડિયા વેબસાઈટ પર તે ક્યારે ડિસ્લાઈક બટન નહીં લગાવે. કંપનીનું માનવું છે કે તેનાથી ઓનલાઈન દાદાગીરીને પ્રોત્સાહન મળી શકે છે, આ કારણે કંપની આવું કોઈ ઓપ્શન આપવા નથી માંગતી.

હવે કંપની ડિસ્લાઈક બટન શરૂ નહી કરી શકે, પરંતુ તેની જગ્યાએ તેના જેવું ઓપ્શન આપી શકે છે. તેને લઈને કંપની એક નવા બટનનું ટેસ્ટિંગ કરી રહી છે, જેનું નામ ‘Downvote’ છે, આ ઓપ્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તે નીચેની તસ્વીરોમાં જોઈ શકો છો. આ નવુ ફીચર અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પ્બલિક પેજની પોસ્ટ પર કરવામાં આવેલી કોમેન્ટ માટે ડાઉનવોટનું ઓપ્શન પંસદ કરી રહ્યા છે.

ટેકક્રંચની રિપોર્ટનાં અનુસાર, આ નવું ફીચર સોશિયલ મીડિયા કંપનીને એવી કોમેન્ટ વિશે ચેતવણી આપશે જેમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. કંપનીના અધિકારીએ કહ્યું કે, અમે ડિસ્લાઈક બટનનું ટેસ્ટિંગ નથી કરી રહ્યા. લોકો માટે એવું ફીચર ટેસ્ટ કરી રહ્યા છીએ જેનાથી તેઓ પબ્લિક પેજ પોસ્ટ પર આવતી કોમેન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી શકે છે.