facebook messenger internally tests voice commands for chat
  • Home
  • Technology
  • Facebook પર હવે ટાઇપ કર્યા વગર પણ મોકલી શકાશે Message

Facebook પર હવે ટાઇપ કર્યા વગર પણ મોકલી શકાશે Message

 | 11:36 am IST

ફેસબુક ખૂબ જ ટુંક સમયમાં પોતાના યૂઝર્સને એક નવી ભેટ આપવાની તૈયારીમાં છે. કંપની પોતાની Messenger એપમાં M અસિસ્ટન્ટનું ટેસ્ટિંગ કરી રહી છે, જેનાથી વોઇસ કમાન્ડ આપીને કામ કરાવી શકાય છે. ટેક ક્રંચ અનુસાર આ ફીચરની મદદથી યૂઝર ટાઇપ કર્યા વગર મેસેજ કરી શકશે. આટલું જ નહીં એમાં કમાન્ડ આપીને ફ્રેન્ડ લિસ્ટમાં મોજૂદ મિત્રોને વોયસ કોલ પણ કરી શકાશે.

ટેક ક્રન્ચે મેસેન્જરનાં એન્ડ્રોઇડ વર્ઝનના કોડિંગથી જાણકારી મેળવી કે મસેજ સ્ક્રીનના ટોપ પર એમ આસિસ્ટન્ટ નામથી બટન આપવામાં આવી રહ્યુ છે. આ બટનની મદદથી વૉઇસ ફિચર એકટીવ થઇ જશે. આ ફિચરને એકટિવેટ કર્યા બાદ મસેન્જર યૂઝર્સ બોલીને સારી સર્વિસનો ફાયદો ઉઠાવી શકશે. આ ફિચરની મદદથી બોલીને અને કોલ પણ તો કરી જ શકાશે સાથે જ આમાં યૂઝર્સ કોઇપણ સમયે રિમાન્ડ પણ સેટ કરી શકશે.

આ સુવિધાથી લોકો ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલને સ્પર્શ કર્યા વિના કોઈપણ પણ મસેજ મોકલી શકશે. ફેસબુકની આ સુવિધાથી એ લોકોને મદદ મળશે જે લોકો જોઇ નથી શકતા અથવા તો તેમની ભાષામાં ટાઇપિંગ કરવામાં મુશ્કેલી આવે છે.

ઉલ્લેખનિય છે કે ફેસબુક પોતાના મેસેન્જર માટે Aloha વોયસ અસિસ્ટન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્પીચ ટ્રાન્સક્રિપ્શન ફીચરનું ટેસ્ટિંગ પણ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર ફેસબુક આવનાર પોર્ટલ વીડિયો ચેટ સ્ક્રીન ડિવાઇસનો ભાગ છે.