ફેસબુક પર હવે મિત્રોની સાથે તમારી પસંદની શોધી શકશો જોબ - Sandesh
  • Home
  • Technology
  • ફેસબુક પર હવે મિત્રોની સાથે તમારી પસંદની શોધી શકશો જોબ

ફેસબુક પર હવે મિત્રોની સાથે તમારી પસંદની શોધી શકશો જોબ

 | 2:19 pm IST

સોશ્યિલ મીડિયા ફેસબુક ધીમે ધીમે પોતાનું વિસ્તાર વધારી રહી છે. તેનું ઉદાહરણ છે તેને લોન્ચ કરેલ આનું નવું જોબ ફિચર્સ છે. લિંક્ડ ઈન વિશે જાણતા હો તો તમને ખબર હશે કે, નોકરી શોધવા માટે અને નોકરી આપનાર કંપનીઓ માટે શાનદાર પ્લેટફોર્મ છે, જેને માઈક્રોસોફ્ટે ખરીદી લીધી છે. હવે ફેસબુક સીધી રીતે નવા ફિચર્સથી લિંક્ડથી ટક્કર લેવાની તૈયારી કરી રહી છે.

પાછલા કેટલાક મહિનાથી સતત ટેસ્ટિંગ કર્યા બાદ હવે ફેસબુકે ઓફિશિયલી રીતે જોબ પોસ્ટ કરનાર ફિચર્સની શરૂઆત કરી છે. જોકે, હાલમાં તેને અમેરિકા અને કેનેડાની કંપનીઓ માટે શરૂ કરવામાં આવી છે. એટલે કે, તે કંપનીઓ પોતાના ઓફિશિયલી ફેસબુક પેજ દ્વારા જોબ પોસ્ટ કરી શકે છે.

નોકરી શોધનાર યૂઝર્સ કંપનીના ઓફિશિયલી પેજ પરથી જ આવેદન કરી શકે છે. આ ટૂલ આવ્યા બાદ લિંક્ડ ઈન, ઉપરાંત ગ્લાસડોર અને મોન્સ્ટર જેવી કંપનીઓની પણ મુશ્કેલી વધશે.

કોઈપણ કંપનીની વેકેન્સી અપલોડ કરવા માટે ફેસબુક પર જોબ સેક્શન ઓપનિંગ નાંખવી પડશે. તે માટે તેમને કોઈ જ ચાર્જ ચૂકવવો પડશે નહી. જોકે, વધારેમાં વધારે લોકો જોબ ઓપનિંગને જોઈ શકે તે માટે તેમને બૂસ્ટ પોસ્ટ ફિચર્સનો ઉપયોગ કરવો પડશે જે માટે ફેસબુક પૈસા લે છે.

આ નવો ફિચર્સ મોબાઈલ અને ડેસ્કટોપ પર કંપનીના પેજમાં જ દેખાશે. તે Jobsના બુકમાર્કમાં જોવા મળશે. અહીથી કોઈપણ કેન્ડિડેટ નોકરી માટે આવેદન કરી શકે છે.

ફેસબુકના એડ અને બિઝનેસ પ્લેટફોર્મના વાઈસ પ્રેસિડેન્ટ એન્ડૂ બોસવર્થે કહ્યું છે કે, તેમણે ઘણા સમય પહેલા આ નોટિસ કર્યું હતું કે, લોકો હાલ પણ જોબ વિશે પોતાના પેજ પર પોસ્ટ કરે છે. તેનાથી તેમને આવું ટૂલ ડેવલપ કરવાની આઈડિયા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન