ખુશખબર ! હવે Facebook મેસેન્જરથી કરી શકાશે ગ્રુપ અને ઓડિયો કોલિંગ - Sandesh
  • Home
  • Technology
  • ખુશખબર ! હવે Facebook મેસેન્જરથી કરી શકાશે ગ્રુપ અને ઓડિયો કોલિંગ

ખુશખબર ! હવે Facebook મેસેન્જરથી કરી શકાશે ગ્રુપ અને ઓડિયો કોલિંગ

 | 3:44 pm IST

સોશિયલ મીડિયા કંપની ફેસબુકએ પોતાનાં મેસેન્જરમાં એક નવું ફીચર શરૂ કર્યું છે. આ નવા ફીચર હેઠળ યૂઝર્સ વોયસ અને વીડિયો કોલ કરીને લોકોની સાથે ક્નેક્ટ થઈ શકશે. હાલમાં વ્હોટ્સએપ પર એક નવું ફીચર આવ્યું છે જેના હેઠળ વીડિયો કોલિંગમાં એક કરતા વધારે લોકો સાથે ક્નેક્ટ થવાનું ઓપ્શન મળશે.

આ નવું ફીચર એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સ માટે છે. ફેસબુકએ કહ્યું કે, તે એક નવું ફીચર શરૂ કરવાની તૈયારીમાં છે જે એક નાનું ફીચર છે અને અપેક્ષા છે કે વીડિયો અને ઓડિયો ચેટ પર તેની અસર થશે. પહેલાં કરતા વધારે ઝડપથી ચેટિંગ કરી શકાશે.

ખાસ બાબત એ છે કે મેસેંજરનાં આ નવા ફીચરથી વીડિયો અથવા ઓડિયો કોલની વચ્ચે તમે કોઈ બીજા યૂઝર્સ સાથે પણ ક્નેક્ટ થઈ શકો છો. ચેટ દરમિયાન યૂઝરને એડ કરવા માટે સ્ક્રીન પર ટેપ કરવાનું રહેશે. અહીં તમને add personનું આઈકોન દેખાશે. અહીં ટેપ કરીને તમે ફ્ર્ંટલિસ્ટમાંથી તમે ઈચ્છો તેને એડ કરી શકો છો. કોલ ડિસકનેક્ટ થયા પછી તમે આ બધી ચેટમાં રહેલાં બધા લોકોને મેસેજ પણ કરી શકો છો. કેમ કે, આ ફીચરથી મેસેન્જરમાં જાતે ગ્રુપ તૈયાર થઈ જાય છે.

મેસેન્જરમાં આપવામાં આવેલાં આ નવા ફીચર હેઠળ એક વખતમાં છ લોકો સાથે ક્નેક્ટ થઈ શકાય છે અટલે કે વીડિયો કોલિંગ પર એક સાથે વાત કરી શકાય છે જ્યારે કોલમાં 50 લોકો ક્નેક્ટ થઈ શકે છે, પરંતુ જેવાં જ છ કરતા વધારે યૂઝર્સ ક્નેક્ટ થશે ત્યારે સ્ક્રીન પર બધાનાં ચહેરા દેખાશે નહીં. આ ફીચર માટે તમારે મેસેન્જરને અપડેટ કરવાનું રહેશે.