ફેસબુકે ભારતમાં લોન્ચ કરી Messenger Lite એપ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ફેસબુકે ભારતમાં લોન્ચ કરી Messenger Lite એપ

ફેસબુકે ભારતમાં લોન્ચ કરી Messenger Lite એપ

 | 6:45 pm IST

ફેસબુકે સ્લો ઈન્ટરનેટ સ્પીડ માટે મેસેન્જનરનું લાઈટ વર્જન ભારતીય યૂઝર્સ માટે લોન્ચ કરી દીધો છે. કંપનીએ પાછલા વર્ષે જ આ મેસેન્જર બીજા દેશોમાં લોન્ચ કર્યુ હતું. અસલમાં ફેસબુકે પોતાના આ લાઈટ એપથી તે યૂઝર્સને ટાર્ગેટ કર્યા છે, જેમની પાસે સસ્તા સ્માર્ટફોન છે અને તેમની પાસે સ્લો ઈન્ટરનેટ ક્નેક્શન છે.

મેસેન્જર લાઈટ એપ માત્ર 10mbની જ છે, જ્યારે અસલી એપ 151mbનું છે. જોકે, messenger Lite એપ આઈફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવી નથી. આ એપને માત્ર એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં જ ડાઉનલોર્ડ કરી શકાય છે.

ફેસબુકે પોતાની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ F8માં કહ્યું હતું કે, આ મેસેન્જરને નવા યૂઝર્સને શોધવા માટે ટેલિફોન ડાયરેક્ટ્રીની જેમ ઉપયોગ કરી શકાશે. તે ઉપરાંત આને નવા બિઝનેસ અને સર્વિસ માટે યલો પેજના રૂપમાં પણ બતાવવામાં આવી છે. મેસેન્જર લાઈટ એપમાં વોઈસ કોલિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.

ફેસબુકે જણાવ્યા અનુસાર આ એપ ડિવાઈસમાં ઝડપી ઈન્સ્ટોલ થઈ જશે અને ક્વિક સ્ટાર્ટ પણ થશે. આમાં મેસેન્જિંગના મુખ્ય ફિચર હશે, જેમાં મેસેજ અને ફોટો મોકલવાથી લઈને ફોટો અને લિંક રીસિવ કરવાની સુવિધા હશે.