હવે Facebook પર તમારી પ્રોફાઈલમાં લગાવી શકશો ટેમ્પરરી ફોટો - Sandesh
  • Home
  • Tech
  • હવે Facebook પર તમારી પ્રોફાઈલમાં લગાવી શકશો ટેમ્પરરી ફોટો

હવે Facebook પર તમારી પ્રોફાઈલમાં લગાવી શકશો ટેમ્પરરી ફોટો

 | 4:45 pm IST
  • Share

ફેસબૂક દુનિયાના અલગ-અલગ ભાગોમાં નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરતું રહે છે. એવામાં કેટલાક ફીચર્સને પછી અમલમાં મુકવામાં પણ આવે છે. હવે ફેસબૂક એવા નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે જેમાં તમે પોતાની પ્રોફાઈલને ટેમ્પરરી બાયો લગાવી શકો છો.

The Next Webના સોશિયલ મીડિયા ડાયરેક્ટર મેટ નેવારાએ આ ફીચર જોયું છે જેમાં યુઝર્સ થોડા સમય માટે ટેમ્પરરી બાયો લગાવી શકે છે. જેવો આ બાયોનો ટાઈમ પીરિયડ પૂરો થાય તો યુઝર્સની પ્રોફાઈલ પર વિઝિટરને જૂનું બાયો જ જોવા મળશે. આ ફીચરમાં યુઝર્સને 1 કલાક, 1 દિવસ, 1 વીક, કસ્ટમ અને એક્સપાયરીની ટાઈમ લિમિટ હશે. એક વખત ટેમ્પરરી બાયો લગાવ્યા પછી યુઝર્સની ફેસબૂક પ્રોફાઈલ પર આ વિઝિટર્સને જોવા મળશે. એક વખત બાયો લગાવ્યા બાદ યુઝર્સને તેના માટે ટાઈમ પીરિયડને બદલી પણ શકાય છે.

જોકે, હજુ એવું લાગે છે કે આ ફીચર ફેસબૂકના કેટલાક દેશોમાં રિલીઝ કરવામાં આવ્યું છે પણ શક્ય છે કે આવનારા સમયમાં તેને અન્ય દેશો માટે પણ જારી કરી શકે છે. જણાવી દઈએ કે હાલમાં ફેસબૂકે ઘણી જાહેરાતો કરી હતી જેમાં લાઈક અને કમેન્ટવાળી પોસ્ટને ડિમોટ કરવાનું પણ જોડાયેલું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો