ફેસબુકનો મોટો નિર્ણય, આટલી મોટી સંખ્યામાં પોસ્ટ ડિલીટ કરવામાં આવી - Sandesh
  • Home
  • Featured
  • ફેસબુકનો મોટો નિર્ણય, આટલી મોટી સંખ્યામાં પોસ્ટ ડિલીટ કરવામાં આવી

ફેસબુકનો મોટો નિર્ણય, આટલી મોટી સંખ્યામાં પોસ્ટ ડિલીટ કરવામાં આવી

 | 12:51 pm IST

Facebookને સમગ્ર દુનિયામાં કરોડો લોકો ઉપયોગ કરી રહ્યા છે. જેના પર લગભગ તમામ પ્રકારની ટિપ્પણીઓ થતી રહે છે. મંગળવારે સોશ્યિલ મીડિયા પરથી આશરે 2018માં શરૂઆતના ત્રણ મહિનામાં પોસ્ટ કરવામાં આવેલ આશરે 3 કરોડથી વધુ પોસ્ટ હટાવી લેવામાં આવી છે. જેના માટે એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટોમાં સેક્સુયલ અથવા હિંસક ફોટા, આતંકવાદી પ્રવૃતિ અને માનસિક રીતે વિચલિત કરનાર ફોટો હટાવવામાં આવેલ છે.

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા પ્રાઇવેસી સ્કેન્ડલ પછી પોતાની પારદર્શિતા અંગે એક રિપોર્ટમાં ફેસબુકે પોતાની કમ્યુનિટી સ્ટાન્ડર્સના હેઠળ આ પ્રકારના કન્ટેન્ટ હટાવવા અંગે માહિતી આપી હતી. ફેસબુકે કહ્યું કે, આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના ઉપયોગ કરીને ટેક્નોલજીની મદદથી 3 કરોડ 40 લાખ પોસ્ટ પર પગલાં ભરવામાં આવ્યા છે.

ફેસબુકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, યુઝર્સ દ્વારા ચેતવણી આપવાના પહેલા જ ફેસબુકે આશરે 85.6 ટકા મામલે તસ્વીરોની ઓળખ કરી લીધા બાદ તેને હટાવી લીધી છે. જ્યારે આ અગાઉ ફેસબુક તરફતી 200 જેટલી એપ્સ પણ હટાવી લેવામાં આવી હતી.