facebook-revealed-thirdparty-app-misused-users-personal-data
  • Home
  • Technology
  • Facebookનો ચોંકાવનારો ખુલાસો, યૂઝર્સનો ડેટા લીકનો આંકડો કર્યો જાહેર

Facebookનો ચોંકાવનારો ખુલાસો, યૂઝર્સનો ડેટા લીકનો આંકડો કર્યો જાહેર

 | 11:47 am IST

ડેટા લીક મામલે એક વખત ફરીવાર વિવાદોમાં આવી શકે છે ફેસબુક. ફેસબુકે નવો ખુલાસો કર્યો છે કે એક થર્ડ પાર્ટી એપ પાસે લગભગ 40 લાખ વપરાશકર્તાના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.ફેસબુક કહે છે કે અમે ‘માઇપર્સનાલીટી’ એપને બૅન કરી છે. આ એપ 2012 પહેલાંથી સક્રિય છે. ફેસબુક અનુસાર આ એપ ઑડિટ માટે રાજી નથી અને તે પણ સ્પષ્ટ છે કે આ એપ દ્વારા કેટલીક કંપનીઓ સાથે ડેટા શેર કર્યો છે. ડેટા સુરક્ષાની ગોઠવણી પણ ખૂબ જ નબળી છે.

ફેસબુકના જણાવ્યા અનુસાર જે લોકોએ ‘માઇપર્સનાલીટી’ એપમાં તેમની ફેસબુક માહિતી શેર કરી છે તેમની માહિતી લીક થઇ છે. આવા વપરાશકર્તાની સંખ્યા લગભગ 40 લાખ છે. અત્યારે તે સ્પષ્ટ નથી કે’માઇપર્સનાલીટી’ એપે કોઈ માહિતી ચોરી કરી છે કે નહીં? ફેસબુક દ્વારા માર્ચમાં થોમસ થર્ડ પાર્ટી એપ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. એ જ સમયે સોશિયલ મીડિયા સાઇટ પર કેમ્બ્રિજ નાલિટિકામાં યુઝરની વ્યક્તિગત માહિતી શેરિંગની ફરિયાદ હતી. ત્યારબાદ 400થી વધુ એપ્સ સસ્પેન્ડ કરવામાં આવી હતી.