ફેસબુકે કબુલ્યું, ચીનની આ મોબાઈલ કંપનીઓ સાથે કર્યો છે ડેટા શેર !!!! - Sandesh
  • Home
  • Technology
  • ફેસબુકે કબુલ્યું, ચીનની આ મોબાઈલ કંપનીઓ સાથે કર્યો છે ડેટા શેર !!!!

ફેસબુકે કબુલ્યું, ચીનની આ મોબાઈલ કંપનીઓ સાથે કર્યો છે ડેટા શેર !!!!

 | 3:36 pm IST

સોશ્યિલ મીડિયા વેબસાઈટ ફેસબુક પર છેલ્લા થોડાં મહિનાથી સતત ડેટા લીક મામલે સવાલો થઈ રહ્યા છે. પહેલાં કેમ્બ્રિજ અનાલિટિકા ડેટા સ્કેન્ડલ અને હવે નવો રિપોર્ટ સામે આવ્યો છે જેના અનુસાર મોબાઈલ કંપનીઓ સાથે પણ ફેસબુક યુઝર ડેટા શેર કરી રહ્યું હતું, જેમાં ચીનની સ્માર્ટફોન બનાવતી કંપનીનો પણ સમાવેશ થાય છે.

એક રિપોર્ટ અનુસાર, મંગળવારે ફેસબુકે કહ્યું કે, કંપનીએ ચાર ચીની કંપનીઓ સાથે ભાગીદારી કરી હતી, જેમાં ડેટા શેર કરવામાં આવે છે. આ કંપનીઓમાં હુઆવે પણ શામેલ થાય છે, જે દુનિયાની ત્રીજી સૌથી મોટી મોબાઈલ કંપની છે. તેમજ આ હુઆવે પર અમેરિકમાં પહેલાથી જ તપાસ ચાલી રહી છે અને તેના ફોન પર ત્યાં પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે.

ફેસબુકે કહ્યું કે, હુઆવે, લેનોવો ગ્રુપ, ઓપો અને ટીસીએલ ગ્રુપ દુનિયાએ 60 કંપનીઓમાં સ્થાન ધરાવે છે જે કોન્ટ્રાક્ટ હેઠળ ફેસબુકના કેટલાંક ડેટા એક્સેસ કરે છે, જેથી યુઝર્સ માટે તેઓ ફેસબુક જેવો અનુભવ આપી શકે. આ તરફ ચીનની કોઇ પણ કંપનીઓએ ફેસબુક સાથે ડેટા શેર થવાના અંગે નિવેદન આપ્યું નથી.