Facebook take action against groups and pages who spread vaccine misinformation
  • Home
  • Featured
  • Facebook યુઝર્સ રહો સાવધાન! કરી આવી પોસ્ટ તો બંધ થઈ જશે તમારું એકાઉન્ટ

Facebook યુઝર્સ રહો સાવધાન! કરી આવી પોસ્ટ તો બંધ થઈ જશે તમારું એકાઉન્ટ

 | 7:33 pm IST

કોરોના મહામારીના સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણી એવી માહિતી શેર કરવામાં આવી રહી છે જે ભ્રામક અને ખોટી હોય છે અને લોકોને ખોટા માર્ગે દોરે છે. ત્યારે હવે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે(Facebook) કોરોના વાયરસ વેક્સિનને લઈ ભ્રામક પોસ્ટ કરનારાઓ સામે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફેસબુકે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું કે તેની ટીમ તરફથી એવા ફેસબુક ગ્રુપ અને પેજને બંધ કરવામાં આવી રહ્યા છે જે કોરોના વાયરસની વેક્સિન અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. સાથે જ કોરોના વેક્સિનના ઉપયોગની સલાહ આપી રહ્યાં છે. આ સિવાય ફેસબુકે કહ્યું કે કોરોના વાયરસ વેક્સિનની ભવિષ્યવાણી કરનારા ફેસબુક ગ્રુપ અને પેજને પણ બંધ કરવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ફેસબુક દુનિયાભરમાં પાર્ટનર અને પોલિસી મેકર સાથે મળી ખોટી માહિતી ફેલાવનારાઓના ફેસબુક ગ્રુપ અને પેજ બંધ કરવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ પ્રમાણે કંપનીએ કહ્યું કે અમે યુઝર્સ સુધી વેક્સિનને લઈ યોગ્ય અને સાચી માહિતી પહોંચાડવાને લઈ પ્રતિબદ્ધ છીએ. આ માટે અમારા તરફથી કેટલાક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને વેક્સિનને લઈ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાથી રોકવામાં આવી શકે. રિપોર્ટ મુજબ યુરોપિયન કમીશન દ્વારા તાજેતરમાં facebook, Twitter અને Google સહિત કેટલાક અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કહેવામાં આવ્યું હતું કે તેઓ દર મહિનાના હિસાબે કોવિડ-19થી જોડાયેલ ખોટી માહિતીઓ પોતાના પ્લેટફોર્મ પર ડિસ્પ્લે કરે. સાથે જ મંથલી બેસિસ પર આ અંગે ઓથોરિટીને પણ ડેટા ઉપલબ્ધ કરાવે.

આ વીડિયો પણ જુઓ: નશામાં વપરાતી કફ શિરપનો જથ્થો જપ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન