Facebook તેમના યુઝર્સ માટે લાવ્યું એક શાનદાર ફીચર... - Sandesh
  • Home
  • Technology
  • Facebook તેમના યુઝર્સ માટે લાવ્યું એક શાનદાર ફીચર…

Facebook તેમના યુઝર્સ માટે લાવ્યું એક શાનદાર ફીચર…

 | 5:03 pm IST

ફેસબુક ‘એડ વોઈસ ક્લિપ’ નામથી એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફોટો અને વિડીયોની જેમ જ એક નાની વોઈસ ક્લિપ રેકોર્ડ કરીને તેને પોતાના સ્ટેટસ પર શેર કરી શકે છે. હાલમાં ભારતમાં તેનું ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. હાલમાં ફેસબુક વોઈસ બેઝ્ડ ફીચર્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ પહેલા માહિતી મળી હતી કે કંપની Fiona અને Aloha નામથી સ્માર્ટ હોમ સ્પીકર પર પણ કામ કરી રહી છે, જેને સંભવતઃ જુલાઈમાં લોન્ચ કરી શકાય છે.

ભારતમાં તેનું ટેસ્ટિંગ કરવા માટે કંપનીએ કેટલાક પસંદગીના યુઝર્સ સિલેક્ટ કર્યા છે અને સૌથી પહેલા તેને એક ભારતીય યુઝરે જ સ્પોટ કર્યું છે. વોઈસ ક્લિપનું ઓપ્શન સ્ટેટસ અપડેટ દરમિયાન મળતા તમામ ફીચર્સની સાથે જ મળશે. ફેસબુકના પ્રવક્તાએ એક ટૅક વેબસાઈટને જણાવ્યું કે, અમે સતત એવા પ્રયાસો કરી રહ્યા છીએ કે લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને એવા માધ્યમ દ્વારા જોડાય જે તેમને સૌથી વધારે સારું લાગે છે.

વોઈસ ક્લિપ લોકોને પોતાની વાત કહેવા માટે એક નવું માધ્યમ હશે. આ ફીચર આવવાતી યુઝર્સને ટાઈપ કરવાથી આઝાદી મળી શકે છે. જોકે આ ફીચરને બધા જ યુઝર્સ માટે ક્યારે ઉપલબ્ધ કરાવાશે તેની જાણકારી હાલમાં મળી નથી. રિપોર્ટ્સથી જાણવા મળ્યું કે તેમાં 15 ઈંચની ટચસ્ક્રીન ડિસ્પલે હશે અને તેના દ્વારા વીડિયો ચેટ પણ કરી શકાશે. ડિવાઈસમાં મ્યૂઝિક ફંક્શન નાખવા માટે ફેસબુકે સોની અને યુનિવર્સલ મ્યૂઝિક સાથે પણ પાર્ટનરશીપ કરી છે.

સુત્રો અનુસાર, ફેસબુકે કથિત સ્વભાવ સાથે સોની અને યુનિવર્સલ મ્યુજિક સાથે ભાગીદારી કરી છે. તેથી ડીવાઈસમાં મ્યુજિકના ફંક્શન પણ ઉમેરી શકાય. કંપની આ સ્પીકર્સને મેં મહિનામાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી હતી પરંતુ ઓડિયો ક્વાલિટીમાં સુધાર લાવવા માટે લોન્ચિંગને જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યું છે.