FB ન્યૂઝ ફિડમાં ફેરફાર, ઝુકરબર્ગે કહ્યું હવે લોકો FB પર ઓછો સમય વિતાવશે - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • FB ન્યૂઝ ફિડમાં ફેરફાર, ઝુકરબર્ગે કહ્યું હવે લોકો FB પર ઓછો સમય વિતાવશે

FB ન્યૂઝ ફિડમાં ફેરફાર, ઝુકરબર્ગે કહ્યું હવે લોકો FB પર ઓછો સમય વિતાવશે

 | 1:59 pm IST

ફેસબુક એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે, જેમાં તે શહેરના આધારે લોકલ ન્યૂઝ, ઈવેન્ટસ અને સૂચનાઓને પોતાના પ્લેટફોર્મ પર પ્રોવાઈડ કરશે. રિપોર્ટના અનુસાર, આ ટેસ્ટ અમેરિકાના છ શહેરોમાં કરવામાં આવી રહ્યો છે, જેના માટે એક નવું સેગમેન્ટ ‘ટુડે ઈન’ બનાવામાં આવ્યું છે.

‘ટુડે ઈન’ સેગમેન્ટનું સંચાલન એક મશીન લર્નિગ (એમએલ) સોફ્ટવર કરશે, જે એક ટીમને લોકલ કોન્ટેક્ટને શોધવામાં મદદ કરશે. લોકલ ન્યૂઝ પબ્લિશર્સને ફેસબુકની ન્યૂઝ પાર્ટનરશિપ ટીમ પરવાનગી આપશે.

આ પગલાં ફેસબુકની પત્રકારિતા પ્રોજેક્ટ હેઠળ લેવામાં આવ્યા છે, જેની જાહેરાત ફેસબુકે ગત વર્ષે જાન્યુઆરીમાં પોતાના પ્લેટફોર્મ પર ખોટી માહિતીને રોકવા માટે કરી હતી. તે લોકલ ન્યૂઝ પાટર્નર્સની સાથે મળીને લોકલ ન્યૂઝ પબ્લિશ કરશે.