facebook-to-build-1-billion-dollar-singapore-data-centre
  • Home
  • Technology
  • ફેસબુક એશિયાનું પ્રથમ ડેટા સેન્ટર સિગાપુરમાં ખોલશે

ફેસબુક એશિયાનું પ્રથમ ડેટા સેન્ટર સિગાપુરમાં ખોલશે

 | 4:35 pm IST

ફેસબુક તેનું પ્રથમ ડેટા સેન્ટર એશિયામાં સિગાપુરમાં ખોલશે. આ ડેટા સેન્ટર 1 અરબ ડૉલરના ખર્ચે તૈયાર થશે. આ ડેટા સેન્ટર 1,70,000 વર્ગમીટરના ક્ષેત્રમાં બનાવવામાં આવશે.આ ડેટા સેન્ટરને બનાવવા માટે 1.4 અરબ સિંગાપુર ડૉલરનો ખર્ચ થશે. ફેસબુકે આ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે એશિયામાં ફેસબુકનિં પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવાની ઘોષણા અમારા માટે આનંદની વાત છે. આ સેન્ટરથી લાખો લોકોને નોકરી મળશે. સિંગાપુર સહિત એશિયામાં અમારૂ વિસ્તરણ થશે.

હાલ ફેસબુકના ડેટા સેન્ટર અમેરિકા અને યૂરોપમા છે. ભારતમાં સરકારી સમિતિ તેનો ડેટા ભારત બહાર ન જાય એ માટે કામ કરી રહી છે. દેશની જ કોઈ જગ્યામાં ડેટા સેન્ટર સ્થપાઈ એવો ભારતનો આગ્રહ છે. વિશ્વ બેન્કે હાલમા જ સિંગાપુરને એશિયામાં વેપાર કરવાનો સૌથી સારો દેશ ગણાવ્યો છે.

ડેટા લીક મામલે ફેસબુક પરથી લોકોનો મોહભંગ થઈ રહ્યો છે, એક રિપોર્ટ અનુસાર 4 લોકોમાંથી એકથી વધુ લોકો ફેસબુક ડિલિટ કરી રહ્યા છે. ફેસબુક એકાઉન્ટ નહી પણ ફેસબુક એપ ડિલિટ કરી રહ્યા છે.ડેટા લીક મામલો સામે આવતાની સાથે કંપનીને ખાસ્સો ફટકો પડ્યો છે. આ વપરાશ કર્તાઓ 18થી 29 વર્ષના છે. 74 ટકા ફેસબુકમાં જરૂરી ફેરફાર કર્યા છે. કેટલાકે ફેસબુક પ્રાઇવસીના સેટિંગ્સમાં ફેરફાર કર્યો છે, તો કેટલાકે ફેસબુકમાં બ્રેક લીધો છે તો કેટલાકે ફોનમાંથી ફેસબુકને ડિલિટ કર્યુ છે.