NIFTY 10,298.75 +15.15  |  SENSEX 33,359.90 +17.10  |  USD 65.1050 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat Assembly Election 2017
  • ફેસબુક, વોટ્સએપ, ટવીટર, એફએમ રેડીયો દ્વારા યુવાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરાશે

ફેસબુક, વોટ્સએપ, ટવીટર, એફએમ રેડીયો દ્વારા યુવાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરાશે

 | 12:02 am IST

લોકશાહીના મહાપર્વ ગણાતી વિધાનસભા ચૂંટણીઓમાં વધુને વધુ મતદાન થાય, મહત્તમ મતદારો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આણંદ જિલ્લામાં એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, વેપારી મંડળો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓના સહયોગથી સઘન અને આક્રમક મતદાર શિક્ષણ-જાગૃત્તિ અભિયાન હાથ ધરવાની રૂપરેખા ઘડી કાઢવામા આવી છે. મતદાતાઓને મોબાઇલ મેસેજીંગ સર્વિસ, એફ.એમ.રેડીયો, ફેસબુક, વોટ્સઅપ, ટવીટર મારફતે પણ મતદાતાઓને મતદાન અંગે પ્રોત્સાહિત કરવામા આવશે. તેમ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડૉ.ધવલ પટેલે જણાવ્યુ છે.

14મી ડિસેમ્બરે દ્વિતીય તબક્કામાં યોજાનારી ચૂંટણીપ્રક્રિયામાં મતદારોને મુખ્યત્વે મતદાન તારીખ, સમય તથા મતદાન મથકના સ્થળની જાણકારી આપવી જરૂરી હોઇ સોશ્યલ મિડીયા ઉપર વધુ ભાર મુકવામા આવશે તેમ કલેક્ટરે જણાવ્યુ છે. તેઓએ વધુમાં જણાવ્યુ કે આ વખતે ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ થનાર છે. વીવીપેટ અંગે મતદાતાઓને જાણકારી આપવા માટે જિલ્લામાં નિદર્શનો યોજવામા આવી રહ્યા છે. સ્વીપના નોડલ અધિકારી શ્વેતા ડાભીએ જણાવ્યુ કે જિલ્લામાં ચૂંટણી દરમ્યાન વધુમાં વધુ મહત્તમ મતદાન માટે દરેક શાળા કોલેજોમાં ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ કવિઝ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી હરિફાઇના આયોજન સાથે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પાસે સંકલ્પપત્રો અને એકરારપત્રો દ્વારા મતદાન મહાજાગૃત્તિ ઝુંબેશ હાથ ધરવામા આવી છે. આણંદ જિલ્લાના ગામડાઓમાં મતદાન જાગૃત્તિ માટે શેરી નાટક, પપેટ શો, ભવાઇ જેવા કાર્યક્રમો દ્વારા મતદારોમાં વ્યાપક જાગૃત્તિ ઉભી કરવામા આવશે. મતદાન જાગૃત્તિ રથ દ્વારા વીવીપેટના નિદર્શન સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામા આવી રહ્યુ છે.

જિલ્લાના તમામ મૉલ, બસ સ્ટેન્ડ.જાહેર સ્થળો, શાળા-કોલેજોમાં વીવીપેટનુ નિદર્શન કરવા સાથે વલ્લભવિદ્યાનગરની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીને પણ મતદાર શિક્ષણ જાગૃત્તિ અભિયાનમાં જોડાવવા માટેની રૂપરેખા ઘડી કાઢવામા આવી છે. મતદાન જાગૃત્તિ માટે શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ એમ્બેસેડરો, વિધાનસભા બેઠક દીઠ મદદનીશ નોડલ અધિકારીઓ તથા જિલ્લા સ્તરની સ્વીપ ટીમ દ્વારા પણ મતદાન જાગૃત્તિ અભિયાન હાથ ધરવામા આવી છે.