in windows phone Facebook to end support of insta fb and messenger app
  • Home
  • Featured
  • 30 એપ્રિલથી આ સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને મેસેન્જર થઈ જશે બંધ

30 એપ્રિલથી આ સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને મેસેન્જર થઈ જશે બંધ

 | 10:25 am IST

30 એપ્રિલે કેટલાક સ્માર્ટફોન્સમાં ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને મેસેન્જર સપોર્ટ બંધ કરી દેવામાં આવશે. માઈક્રોસોફ્ટે આ વાતને પાકી કરતા કહ્યુ છે કે Windows Phone માટે ફેસબુક સપોર્ટ બંધ થઈ જશે. જો તમારી પાસે પણ છે Windows Phone તો હવે તેમાં સોશિયલ મીડિયા સપોર્ટ નહી મળે. જો કે તો પણ Windows Phone યૂઝર્સ સોશિયલ મીડિયા એક્સે સ કરી શકશે, પણ આ માટે તેમણે થર્ડ પાર્ટી એપ કે વેબનો સહારો લેવો પડશે.

આપને જણાવી દઈએ કે Windows સ્માર્ટફોન બનવાના બંધ થઈ ગયા છે અને માઈક્રોસોફ્ટે થોડા સમય પહેલાં પોતાના સ્માર્ટફોન લૉન્ચ કરવાનાં બંધ કરી દીધા છે. એટલુંજ નહી જૂના Windows Phoneમાં તો વોટ્સએપનો સપોર્ટ પહેલાંજ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તમામ Windows Phoneમાં વોટ્સએપ બંધ કરવામાં આવશે કે કેમ?

માઈક્રોસોફ્ટએ પહેલાંજ સ્પષ્ટ કરી ચુક્યુ છે કે ડિસેમ્બર 2019 પછી Windows Phone માટે સિક્યુરિટી અપડેટ્સ આપવામાં આવશે નહી. એટલે કહી શકાય કે એક વર્ષ પછી Windows Phone વાપરવો એ ખતરાથી ખાલી ન હતો એટલેકે ગમે ત્યારે તેમાં સોશિયલ મીડિયા સપોર્ટ બંધ થઈ જાય તેમ છે.

કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયા પર આ વાત પોસ્ટ કરી હતી. કેટલાક યૂઝર્સે સ્ક્રીનશોટ પણ પાડીને મોકલ્યા છે જેમાં Instagramનું એક નોટિફિકેશન પણ છે. આ નોટિફિકેશનમાં લખવામાં આવ્યુ છે કે Windows Phone માટે Instagram જલ્દી જવાનું છે. 30 એપ્રિલથી Windows Phone માટે Instagram ઉપલબ્ધ નથી. તો પણ તમે વેબ બ્રાઉઝરથી Instagram વાપરી શકશો.

આપને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટે એ માની લીધુ હતું કે Windows Phoneનો અંત 2017માં થઈ ગયો હતો અને મોટા ડેવલપર્સ હવે એપ સપોર્ટ પણ બંધ કરી રહ્યા છે. હવે ફેસબુકનો નંબર છે અને ફેસબુકે સપોર્ટ બંધ કરવાનું એલાન કર્યુ છે. હાલ પણ માઈક્રોસોફ્ટ સ્ટોર પર ફેસબુક, મેસેન્જર અને ઈંસ્ટાગ્રામ ટોપ એપ છે. પણ 30 એપ્રિલ પછી કેટલા યૂઝર્સ પ્રભાવિત થશે તેના આંકડાઓ સ્પષ્ટ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન