Facebook to reduce misleading health claims in news feed
  • Home
  • Featured
  • ફેસબુકનો દાવો, હવે ન્યૂઝ ફીડમાં ભ્રામક જાહેરાતો પર આવશે તવાઈ

ફેસબુકનો દાવો, હવે ન્યૂઝ ફીડમાં ભ્રામક જાહેરાતો પર આવશે તવાઈ

 | 10:55 am IST

ફેસબુક પોતાના પ્લેટફોર્મ પર સંવેદનાત્મક અને ભ્રામક સ્વાસ્થ્ય, પોષણ અને ફિટનેસ સંબંધી જે દાવાઓ કરવામાં આવે છે જેનાથી મોટા ભાગના લોકો ભરમાઈ જતા હોય છે આ વાતને ગંભીરતાને સમજીને આવા દાવાઓને રોકવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તમે જ્યારે ન્યૂઝ ફીડમાં જોશો તો જાણશો કે આની અસર હવે ધીરે ધીરે દેખાવા લાગી છે.

આપણે સૌ જાણીએ છીએ કે જે જાહેરાતો કરવામાં આવે છે તેને વધારી વધારીને ગ્રાહકોને સતત બતાવવામાં આવે છે આ જાહેરાતમાં એવા એવા દાવા કરવામાં આવે છે જેનાથી ગ્રાહકો સીધા જ ભરમાઈ જતા હોય છે. સતત હેમરીંગ કરી ગ્રાહકોને આ વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે. આવી પોસ્ટ પર હવે ફેસબુકની ચાંપતી નજર છે. આવી જાહેરાતોને ઓછી કરવા ફેસબુકે બે રેન્કીંગ અપડેટ તૈયાર કરી છે.

ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં કહ્યુ કે પહેલા અપડેટમાં અમે એ વાત પર વિચાર કરી રહ્યા હતા કે જો કોઈ પોસ્ટ સ્વાસ્થ્ય અંગે ભ્રામક સંદેશાઓ આપે છે જેમકે ચમત્કારિક રીતે ઉતારો વજન, આ વસ્તુઓથી મેળવો સુંદરતા વગેરે વગેરે આવા સનસનીખેજ દાવાઓ કરે છે.  

કંપનીએ કહ્યુ કે પહેલા અપડેટમાં અમે આને અલગ તારવીશું બીજા અપડેટમાં આવા ખોટા અને ભ્રામક સંદેશાઓ ઓછા પોસ્ટ થાય તેનો ફેલાવો અટકી જાય તેવા પ્રયાસો હાથ ધરાશે.

ફેસબુકે કહ્યુ કે આવું કરતી કંપનીઓનું લીસ્ટ તૈયાર કરી તેને પહેલા ચેતવણી આપવામાં આવશે ત્યારબાદ જો કંપનીનું વલણ એ જ રહેશે તો તેના પર કાયદાકીય પગલાંઓ લેવા સુધીની તૈયારી હાથ ધરવામાં આવી છે.

ફેસબુકે એ પણ જણાવ્યુ કે જો ચેતવણી આપતાની સાથે જ કોઈ પેજ આવી પોસ્ટ બંધ કરી દેશે તો તેના પર કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે. ફેસબુકે કહ્યુ કે અમારો તો આશય માત્ર એટલોજ છે કોઈના સ્વાસ્થ્ય સાથે આ રીતે જાહેરમાં અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ચેડા ન થાય. કંપની આ અંગે હવે ખુબજ ગંભીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન