To show your best friends key links on top Facebook
  • Home
  • Featured
  • Facebook લાવ્યુ એક ખાસ ફિચર, ખાસ મિત્રોનાં થશે ‘પારખા’

Facebook લાવ્યુ એક ખાસ ફિચર, ખાસ મિત્રોનાં થશે ‘પારખા’

 | 9:39 am IST

ટેકનોલોજીના આ યુગમાં હાલ સોશિયલ મીડિયા પર સૌ કોઈ એક્ટીવ રહે છે. પહેલા કરતા આજે વધારે સમય લોકો સોશિયલ મીડિયા પર વ્યતિત કરે છે તેવામાં Facebook પોતાના 2 અરબ 30 કરોડ યૂઝર્સ માટે ન્યૂઝ ફીડમાં ફેરફાર કરી રહ્યુ છે. આ ફેરફારથી યૂઝર્સ એ દોસ્તોને વધારે મહત્વ આપી શકશે જેને તે સૌથી વધુ જોવા માગે છે. તેના આ મિત્રોની લિન્ક તેને સૌથી ઉપર જે પ્લેટફોર્મ પર સૌથી ઉપર છે ત્યાં જોવા મળશે.

ફેસબુકે આ અંગે વધારી માહિતી આપતા હાલમાંજ એક સર્વે કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય એ જ હતો કે ખરેખર લોકો શું જોવા માગે છે અને આ સર્વેના માધ્યમથી એ નક્કી કરવામાં આવ્યુ કે ક્યા માધ્યમથી શું વધારે જોવામાં આવે છે.

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યુ કે, અમારા તરફથી જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેના આધારે અમે રેન્કીગ અપડેટની ઘોષણા કરી દીધી છે. આ ફીચર ખુબજ કામનુ છે કેમકે આ એવા દોસ્તોને પ્રાથમિક્તા આપે છે જેના સતત સંપર્કમાં તે રહેવા માગે છે. બીજુ એ લોકોને પ્રાથમિક્તા આપે છે જેને સૌથી વધારે સાર્થક સમજી શકાય છે.

ઉદાહરણ તરીકે જો કોઈ એક જ ફોટામાં ટેગ કરવામા આવે અથવા યૂઝર એક જ પોસ્ટને સતત રીએક્ટ કે કમેન્ટ કરે અથવા એક જગ્યાએ ચેક કરતો રહે ફેસબુક આ પેટર્નને જોશે પછી પોતાના એલ્ગોરિધમને જાણ કરશે આ પેટર્નનો ઉપયોગ કરશે.

આમ હવે આ ફિચરની મદદથી તમે તમારા મિત્રની તમામ અપડેટને સૌ પ્રથમ જોઈ શકશો. સતત સંપર્કમાં રહી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન