ફેસબુકના બે નવા ફિચર્સ, એક કરશે હેરાન તો એક આપશે આરામ

1763

સોશ્યિલ મીડિયા વેબસાઈટ ફેસબુકે એક એવા ફિચર્સની શરૂઆત કરી છે જે તમારા માટે માથાનો દુખાવો પણ બની શકે છે. ન્યૂઝ ફિડ પર ઓટો પ્લે થઈ રહેલા વીડિયોથી ઘણા બધા લોકોને હેરાની થતી હોય છે, પરંતુ આને ઓફ કરવાનો પણ ઓપ્શન હોય છે. અત્યાર સુધી ઓટો પ્લે થનાર વીડિયોમાં ઓડિયો સંભળાતી નથી અને તે માટે વીડિયોને unmute કરવું પડે છે.

ટૂંકમાં જ ફેસબુકનો એક અપડેટ આવશે જ્યાર બાદ ઓટોપ્લે થનાર વીડિયો સાથે ઓડિયો પણ શરૂ થઈ જશે. કંપનીએ પોતાના બ્લોક પર આ ફિચર લાવવા પાછળ એક દલીલ આપી છે, જેમાં કહ્યું છે કે, લોકો પોતાના મોબાઈલ પર વધારે વીડિયો જુએ છે અને તેમને વીડિયોની સાથે ઓડિયોની પણ જરૂરત છે.

બ્લોગ પર કહેવામાં આવ્યું છે કે, ન્યૂઝ ફિડમાં સાઉન્ડની ટેસ્ટિંગ કરવામાં આવી છે, જેને પોઝીટિવ ફિડબેક પણ મળી છે. હવે તેને ધીમે ધીમે લોક માટે લાવવામાં આવે છે. આ અપડેટમાં સાઉન્ડ ફેડ થવાનો પણ ફિચર્સ છે એટલે કે, જ્યારે સ્ક્રોલ કરીને ઉપર કે નીચે જશો તો સાઉન્ડ પણ બંધ થઈ જશે.

આ ફિચર્સ તમારો મોબાઈલ સાઈલન્ટ મોડમાં હશે તો કામ કરશે નહી. રાહતની વાત તે છે કે, યૂઝર્સ આ ફિચર્સને ડિસેબલ કરી શકે છે. ઠિક તેવી રીતે જેવી રીતે ઓટો પ્લે વીડિયોને શરૂ કરતાં હતા. ફેસબુકની સેટિંગ્સમાં જઈને ઓટો પ્લેને ઓફ કરવાનું રહેશે.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ પહેલા ફેસબુક ન્યૂઝ ફિડ પર તમે વીડિયો દેખતી વખતે બીજા કોઈ કામ કરી શકતા નહતા, પરંતુ નવા અપડેટ આવ્યા બાદ હવે યૂઝર્સ વીડિયોને ડ્રેક કરીને કોર્નરમાં લાવી શકશે અથવા મિનિમાઈઝ કરી શકશે. આ ફિચર્સથી વીડિયો જોતા-જોતા ન્યૂઝ ફિડના બીજા કામ પણ કરી શકાશે.