Facebook Will Bring Facial Recognition Feature
  • Home
  • Featured
  • સ્માર્ટફોનની જેમ ફેસબૂક લાવી રહ્યું છે ફેસ અનલોક જેવું ફિચર, પાસવર્ડની પણ નહીં પડે જરૂર

સ્માર્ટફોનની જેમ ફેસબૂક લાવી રહ્યું છે ફેસ અનલોક જેવું ફિચર, પાસવર્ડની પણ નહીં પડે જરૂર

 | 9:33 pm IST

ફેસબૂક ઘણા સમય પહેલાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચરની શરૂઆત કરી હતી. આ ફીચર કંપની તરફથી એટલા માટે લાવવામાં આવ્યું હતું કે લોકોનાં પિક્ચર્સનો ખોટો ઉપયોગ ન થાય. શરૂઆતમાં કંપનીએ તેને ડિફોલ્ટ ઓન રાખ્યું હતું. અને તેને કારણે પ્રાયવસીને લઈને બબાલ મચી ગઈ તી. બાદમાં કંપનીએ હંમેશાની જેમ યુઝર વેલફેરની દલીલ આપતાં તેને ઓપ્શનલ બનાવી દીધું હતું. જો કે આ ફિચર અત્યાર સુધી ફ્લોપ સાબિત થયું છે. એ વાત અલગ છે કે ફેસબૂકે હજુ સુધી આ ફિચર્સથી કેટલાય યુઝર્સના ફેસ ડેટા ભેગો કરી લીધો છે.

ફેસબુક ફેશિયલ રેકોગ્નિશનન લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. ફેસબૂક ફેશિયલ રિકોગ્નિશન બેઝડ આઈડેન્ટિટી વેરિફિકેશનની તૈયારી કરી રહ્યું છે. એક ટ્વીટર યુઝર ઝેનના જણાવ્યા પ્રમાણે ફેસબૂક એક ફેશિયલ ફેશિયલ રિકોગ્નિશન બેઝડ આઈડેન્ટિટી ફીચર લાવી રહ્યું છે. આ નવા ફીચર માટે યુઝરને અલગ અલગ એંગલમાં સેલ્ફી લેવી પડશે અને તેના માટે રજિસ્ટર કરવું પડશે. આ ફિચર આવ્યા બાદ તમારે ઈમેઈલ આઈડી અને પાસવર્ડની જરૂર નહીં પડે. આ ફીચર સ્માર્ટફોનનાં ફેસ અનલોકની જેમ જ કામ કરશે.

આ ફીચર સાંભળવામાં અજીબ લાગે છે, કેમ કે ફેસબૂક હાર્ડવેર ડિઝાઈન કરતું નથી. જો આમ થયું તો તેના પર ફરી એકવાર પ્રાયવસીને લઈ માર્ક ઝુકરબર્ગ સવાલોનાં ઘેરામાં આવી જશે. કેમ કે ફેસબૂકનાં કરોડો અરબો યુઝર્સનો ફેસ ડેટા સીધી રીતે ફેસબૂકની પાસે હશે અને તેનાથી પ્રાયવસીની પણ સમસ્યા ઉભી થશે.

આ વીડિયો પણ જુઓઃ

ગુજરાત પર ‘મહા’ બાદ ‘બુલબુલ’ વાવાઝોડાનો ખતરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન