facebookએ લોન્ચ કર્યું 'Messenger Kids' એપ, પેરેન્ટ્સ માટે પણ છે ઉપયોગી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • facebookએ લોન્ચ કર્યું ‘Messenger Kids’ એપ, પેરેન્ટ્સ માટે પણ છે ઉપયોગી

facebookએ લોન્ચ કર્યું ‘Messenger Kids’ એપ, પેરેન્ટ્સ માટે પણ છે ઉપયોગી

 | 2:42 pm IST

સૌથી મોટા સોશિયલ મીડિયા સાઈટ્સ facebook બાળકો માટે મેસેન્જર લોન્ચ કર્યું છે. આજે બાળકો દ્વારા ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના યુઝમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને facebook મેસેન્જર એપનું એક નવું વર્ઝન લોન્ચ કર્યું છે, જેનું નામ ‘Messenger Kids’ રાખવામાં આવ્યું છે. આ એપ 12 વર્ષથી નાના બાળકો માટે બનાવવામાં આવ્યું છે. facebookના ‘Messenger Kids’ને યુઝ કરવા માટે facebook એકાઉન્ટની જરૂર નથી.

હાલમાં આ એપને અમેરિકાના iOS યુઝર્સ માટે બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં ફેડરલ લો અનુસાર, 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો facebook એકાઉન્ટ બનાવી શકતા નથી. તેને ધ્યાનમાં રાખીને કંપનીએ બાળકો માટે facebook એકાઉન્ટ વિના યૂઝ થાય તેવી ‘Messenger Kids’ એપ બનાવી છે.

આ એપની ખાસિયત એ છે કે, બાળકના પેરેન્ટ્સ તેને પોતાના એકાઉન્ટ સાથે લિંક કરી બાળક પર નજર રાખી શકે છે. facebook પોતાના સત્તાવાર બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે, આ એપ ચિલ્ડ્રન ઑનલાઈન પ્રાઈવસી એન્ડ પ્રોટેક્શન એક્ટને આધિન છે અને તે બાળકોને ઑનલાઈન શોષણથી પણ બચાવશે.

આ એપમાં વીડિયો અને ટેક્સ્ટ મેસેજિંગ ફીચર્સ આવેલા છે. facebook અનુસાર આમાં લાઈબ્રેરી છે જેમાં બાળકોને ફ્રેમ્સ, GIF, સ્ટીકર્સ અને ડ્રૉઈંગ ટૂલ્સ આપવામાં આવ્યા છે. આ એપનો સંપૂર્ણ કન્ટ્રોલ એક રીતે પેરેન્ટ્સ પાસે હોય છે. facebook મેસેન્જર કિડ્ઝને યૂઝ કરવા માટે પેરેન્ટ્સે પોતાના એપ સ્ટોરમાંથી તેને ડાઉનલોડ કરીને પોતાના યૂઝર નેમ અને પાસવર્ડથી ઑથેન્ટિકેટ કરવાની રહેશે. ત્યારબાદ બાળકો માટે એકાઉન્ટ બનાવી શકાય છે.