Facebook’s New ‘Unsend’ Feature May Be In Testing For Messenger app
  • Home
  • Featured
  • ફેસબુક પર આવશે Whatsapp જેવા જ ફીચર, એક યુઝરે શેર કર્યો સ્ક્રીનશોટ

ફેસબુક પર આવશે Whatsapp જેવા જ ફીચર, એક યુઝરે શેર કર્યો સ્ક્રીનશોટ

 | 11:27 am IST

વોટ્સએપ પર મેસેજ મોકલ્યા બાદ ડિલીટ કરવાનું ઑપ્શન યુઝર્સને ખૂબ પસંદ આવ્યું અને પહેલાં જ એ વાત સામે આવી હતી કે ફેસબુક પણ આ ફીચરને મેસેન્જરમાં લાવી શકે છે. ફેસબુકની ચેટિંગ એપ ‘Facebook Messenger’ પણ ટૂંક સમયમાં જ આ ફીચરથી લેસ થવાનું છે. ત્યારબાદ યુઝર્સને મોકલેલા મેસેજને ‘ડિલીટ ફોર એવરીવન’ કરવાનું ઓપ્શન મળી જશે. એવું લાગે છે કે ફેસબુક આ ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે. એક યુઝરે તેનો સ્ક્રીનશોટ રેડિટ પર શેર કર્યો છે.


રેડિટ પર શેર કરાયેલા સ્ક્રીનશૉટમાં સ્પષ્ટ દેખાડી રહ્યું છે કે કોઇ મેસેજને ડિલીટ કરવાના બે ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. આ બે ઓપ્શન્સમાં ‘Remove for everyone’ અને ‘Remove for you’ સામેલ છે. અત્યાર સુધી તમે કોઇ પણ મેસેજ માત્ર તમારી તરફથી ડિલીટ કરી શકો છો પરંતુ આ રિસીવરના થ્રેડમાંથી ડિલીટ થતું નથી. શકય છે કે ટેસ્ટિંગ બાદ આગળ અપડેટમાં આ ફીચર તમારી મેસેન્જર એપમાં પણ એડ થઇ જાય.

વોટ્સેએપ પર આ ‘અનસેંડ’ ફીચર ખૂબ જ કામનું સાબિત થયું છે અને મેસેન્જર યુઝર્સ પણ લાંબા સમય સુધી તેની રાહ જોઇ રહ્યાં હતા. જો કે રેડિટ યુઝરે એ નથી બતાવ્યું કે મેસેજ બંને તરફથી ડિલીટ કરવા માટે કોઇ ટાઇમ લિમિટ આપવામાં આવી છે કે નહીં. આપને જણાવી દઇએ કે વોટ્સએપ કોઇ મેસેજ મોકલ્યા બાદ એક કલાકનો સમય આપે છે અને ત્યારબાદ તમે રિસીવરના એન્ડ પર મેસેજ ડિલીટ કરી શકતા નથી.

ફેસબુક પોતાની મેસેન્જર એપમાં સતત નવા ફીચર્સ એડ કરતું રહ્યું છે અને આગળ પણ આવા જ પ્લાનિંગ દેખાડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન