Facewash is also dangerous for the face, so many damages
  • Home
  • Fashion & Beauty
  • ફેસવોશ પણ ચહેરા માટે ખતરનાક, થાય છે આટલા બધા નુકસાન

ફેસવોશ પણ ચહેરા માટે ખતરનાક, થાય છે આટલા બધા નુકસાન

 | 12:16 pm IST

ગરમીમાં આપણે આપણા ચહેરાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આપણે ઘણી વખત આપણા ચહેરાને ફેસવોશથી ધોવાનું પસંદ કરીએ છીએ. ગરમીના દિવસમાં ચહેરા પર એકઠી થયેલી ધૂળ-માટીને દૂર કરવા અને ચહેરાની સુંદરતા વધારવા માટે ફેસવોશનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે તમારી ત્વચા માટે તે ફાયદાકારક છે. પરંતુ કેટલીક વખત એવું હોય છે કે ત્વચાની સાચવણી કરનારા ફેસવોશ જ ચહેરા માટે સમસ્યા બની જાય છે. આજે અમે તમને જણાવીશુ કે ફેસ વોશથી તમારા ચહેરાને શુ નુકસાન થાય છે.

લાલ ચકામા

ફેશવોશથી મોં ધોયા બાદ જો ચહેરા પર લાલ ચકામા પડે છે તો તમે ખોટા ફેસવોશનો ઉપયોગ કરી રહ્યા છો. ખાસ કરીને નાક અને ગાલ પર લાલ ધબ્બા નજરે પડવા લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે સુગંધ વગરનું અને ગ્લિસરીન કે હેલ્યોરોનિક એસિડ યુક્ત ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ.

બળતરા

જો તમે ત્વચામાં થતી બળતરાથી પરેશાન રહો છો તો એક વખત ક્લીંજર અને ફેસવોશને જરૂર ચેક કરો. ચહેરા પર રહેલી ધૂળના કણ અને ખોટા ફેસવોશના કોમ્બિનેશન મળીને ચહેરાને વધારે નુકસાન પહોંચાડે છે અને તેનાથી ચહેરા પર ખંજવાળ આવવાની સાથે બળતરા થવા લાગે છે. જેથી સલ્ફેટ ફ્રી ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ.

ખીલ

ખીલ થવા પાછળ ઘણા કારણ હોય શકે છે પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક વખત ફેસવોશના કારણે પણ ખીલ થાય છે. જેને લઇને તમારે ફેસવોશ બદલી લેવું જોઇએ.ફેસવોશ લેતા સમયે જરૂરથી ધ્યાન રાખો કે તેમા બેનજોયલ પેરોક્સાઇડ જરૂર હોય.

ડ્રાય સ્કિન

જ્યારે પણ ચહેરાને ધુઓ છો તો શુ તમારી સ્કિન એકદમ ટાઇટ થઇ જાય છે. જો ત્વચા ટાઇટ થઇ જાય છે તો તમારું ફેસવોશ યોગ્ય નથી. તેનાથી તમને સ્કિનને લગતી સમસ્યા થાય છે. તો હેલ્યોરોનિક એસિડ વાળા ફેસવોશનો ઉપયોગ કરો. તેનાથી ચહેરામાં ભેજ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન